કૌશામ્બીઃઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે દિવસે યુવતીના લગ્ન નક્કી થયા હતાં તે દિવસે લગ્નની તમામ વ્યવસ્થા થઈ ગઈ હતી, ઘર આંગણે લગ્ન મંડપ શણગારવામાં આવ્યો હતો. તે જ દિવસે યુવતી ઘરેથી ભાગી ગઈ હતી અને તેના પ્રેમી સાથે મંદિરમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કરી લીધા હતા. મંદિરમાં પૂજારીએ લગ્નની વિધિ કરી હતી. લગ્ન બાદ યુવતી તેના પ્રેમી સાથે કરારી પોલીસ સ્ટેશન પહોંચી અને કહ્યું કે, અમે લગ્ન કરી લીધા છે. તેથી પોલીસે તેમના જાન-માલનું રક્ષણ કરવા કહ્યું હતું.
પ્રેમ-લગ્નનો કિસ્સો: આ ઘટના કરારી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં બની હતી. ત્યાં રહેતી યુવતીએ કરારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે, તેને તેના ગામના એક યુવક સાથે પ્રેમ હતો. બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ પરિવારના સભ્યોને આ વાતની જાણ થતાં જ તેઓએ એકબીજાને મળવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. અમારા પિતા આ સંબંધની વિરુદ્ધ હતા. પરિવારજનો યુવતીના બીજા કોઈ છોકરા સાથે બળજબરીથી લગ્ન કરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
યુવતીએ પ્રેમી સાથે કર્યા લગ્ન: યુવતીના પરિવારજનોએ તેના લગ્ન અન્ય જગ્યાએ નક્કી કર્યા હતા અને 7મી ડિસેમ્બર ગુરુવારના દિવસે નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ, પરિવારના પસંદગીના છોકરા સાથે તે લગ્ન કરવા માંગતી ન હતી. જ્યારે બીજી તરફ પરિવારના સભ્યો લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા. જ્યારે યુવતી સવારે ઘરેથી ભાગીને તેના પ્રેમી પાસે પહોંચી અને બંનેએ મંદિરમાં લગ્ન કરી લીધા. મંદિરમાં સાત ફેરા લીધા બાદ તે તેના પ્રેમી સાથે પોલીસ સ્ટેશન આવી હતી. તેના પિતા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા યુવતીએ કહ્યું છે કે તેમના જીવને જોખમ છે.
પોલીસે મામલો શાંત પાડ્યો: આ અંગેની માહિતી મળતાં જ યુવતી અને વરરાજા પક્ષના લોકો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. પરંતુ પોલીસે બંને પક્ષોને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો. સીઓ અભિષેક સિંહે કહ્યું હતું કે, તેમના ધ્યાન પર એક વીડિયો આવ્યો છે જેમાં એક પ્રેમી યુગલે મંદિરમાં લગ્ન કર્યા છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે બંને કૌશામ્બીના કરારી વિસ્તારના રહેવાસી છે. બંને એક જ જાતિના છે અને એક જ ગામના રહેવાસી છે, અને પુખ્ત પણ છે.
પૂછપરછ કરતાં એ હકીકત સામે આવી હતી કે, યુવતીના આજે બીજે ક્યાંક લગ્ન હતાં. પરંતુ, તે ઘરેથી ભાગી ગઈ અને મંદિરમાં તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધા. આ બાબતે યુવતીના પિતાને થોડી નારાજગી હતી. પોલીસ દ્વારા બંને પક્ષોને સમજાવવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, સ્ટેશન ઇન્ચાર્જ અને આઉટપોસ્ટ ઇન્ચાર્જને આ બાબતે સંજ્ઞાન લેવા, સતર્ક નજર રાખવા અને જરૂરી કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
- સામૂહિક આત્મહત્યા: બનારસના ધર્મશાળામાં પતિ-પત્નીએ બે પુત્રો સાથે આત્મહત્યા કરી, જાણો શું છે મામલો
- બંદૂકના નાળચે બે લૂંટારૂ ફાયનાન્સ કંપનીમાંથી 38 લાખની લૂંટ કરી ફરાર, બિહારના મુઝફ્ફરપુરની ઘટના