નવી દિલ્હી:કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે આજે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. G-23માં સામેલ આઝાદે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને 5 પાનાનો પત્ર મોકલ્યો છે. આ પત્રમાં તેમણે કોંગ્રેસમાં સામેલ થવાથી લઈને છોડવા સુધીની સફર વિશે જણાવ્યું છે. આ સાથે તેમણે હાલની કોંગ્રેસની કાર્યશૈલી પર પણ સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચો :કોંગ્રેસ માંથી ગુલાબ નબી આઝાદે આપ્યું રાજીનામું
ગુલામ નબી આઝાદે પાર્ટીના વડા સોનિયા ગાંધીને લખેલા તેમના રાજીનામાના પત્રમાં પાર્ટી નેતૃત્વ પર કોંગ્રેસ સાથે એક વિશાળ છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસમાં સામેલ થવાથી લઈને છોડવા સુધીની સફર (ghulam nabi azad write latter to soniya gandhi) વિશે તેમણે શું જણાવ્યું.
1 ગુલામ નબી આઝાદે પોતાના પત્રમાં રાહુલ ગાંધી પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેણે લખ્યું કે, રાહુલ પોતાની આસપાસ બિનઅનુભવી લોકોને રાખે છે અને વરિષ્ઠ નેતાઓને બાજુ પર રાખે છે. રાહુલ ગાંધી પર ભૂતકાળમાં પણ પાર્ટ ટાઈમ રાજકારણી હોવાનો આરોપ લાગ્યો છે. અગાઉ પણ હાર્દિક પટેલ અને હિમંતા બિસ્વા સરમાએ તેના પર સમય ન આપવાનો આરોપ લગાવ્યો હતો.
2 ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો કે, અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું સંચાલન કરતી રાષ્ટ્રીય કાર્ય સમિતિએ ઈચ્છાશક્તિ અને ક્ષમતા ગુમાવી દીધી છે.