જમ્મુ અને કાશ્મીર: કોંગ્રેસ સાથેના સંબંધો તોડી નાખ્યાના એક મહિના પછી, જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ગુલામ નબી આઝાદ(Former CM of J and K Ghulam Nabi Azad) આજે સોમવારે તેમના નવા રાજકીય સંગઠનનું અનાવરણ કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજવાના છે(Ghulam Nabi Azad will announce a new party). જ્યારે આઝાદને તેમની નવી રાજકીય પાર્ટી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે 'હું સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીશ'. રવિવારે તેમણે માહિતી આપી છે કે તેમણે તેમના કાર્યકરો અને નેતાઓ સાથે બેઠક કરી છે.
નવી પાર્ટીની કરશે જાહેરાત આઝાદે, કોંગ્રેસ છોડ્યા પછી જમ્મુમાં તેમની પ્રથમ જાહેર સભામાં, પોતાનું રાજકીય સંગઠન શરૂ કરવાની જાહેરાત કરી હતી જે સંપૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના લોકો પાર્ટીનું નામ અને ધ્વજ નક્કી કરશે. 'મેં હજુ સુધી મારી પાર્ટી માટે નામ નક્કી કર્યું નથી. જમ્મુ કાશ્મીરના લોકો પાર્ટીનું નામ અને ધ્વજ નક્કી કરશે. હું મારી પાર્ટીને હિન્દુસ્તાની નામ આપીશ, જેને દરેક સમજી શકે.