- UPSCના ઉમેદવાર તરીકે તેમણે દેશમાં ક્યાંય પણ સેવા આપવાનો સ્વીકાર કર્યો
- તમને મનપસંદ કેડર મેળવવાનો કોઈ અધિકાર નથીઃ HC
- કેડર પસંદગ કે નિયુક્તિ સ્થાન પસંદ કરવા આરક્ષણનો સહારો લઈ શકતા નથી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે(Supreme Court) શુક્રવારના રોજ કહ્યું હતું કે, જાહેર સેવાઓ (Civil Services)ની પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોને તેમની પસંદગીની કેડર અને નિયુક્તિનું સ્થાન મેળવવાનો કોઈ અધિકાર નથી, કારણ કે જાહેર સેવાઓ (Civil Services) ના ઉમેદવાર તરીકે તેમણે દેશમાં ક્યાંય પણ સેવા આપવાનો સ્વીકાર કર્યો છે.
મનપસંદ કેડર મેળવવાનો કોઈ અધિકાર નથી
જો તમે UPSCની પરીક્ષા પાસ કરી છે, તો તમને મનપસંદ કેડર મેળવવાનો કોઈ અધિકાર નથી, કારણ કે જાહેર સેવાઓ (Civil Services)ની પરીક્ષાઓ આપ્યા બાદ તમારી પાસેથી આશા રાખવામાં આવતી હોય છે કે તમે દેશના કોઈ પણ ખૂણામાં સેવા આપશો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ કહ્યું છે કે, ઉમેદવારની અનારક્ષિત કેટેગરીમાં નિયુક્તિ થવા પર તેની સાથે સામાન્ય કેટેગરીના ઉમેદવારની જેમ જ વ્યવહાર કરવામાં આવશે.