- ભારતમાં કોરોનાની સ્થિતિ અંગે અમેરિકાના આરોગ્ય નિષ્ણાતે ચિંતા વ્યક્ત કરી
- ભારતે કોરોનાની સ્થિતિમાંથી બહાર આવવા વેક્સિનેશન વધારવું પડશેઃ ડો. ફાઉચી
- કોરોનાની વેક્સિનનું ઉત્પાદન વધારવા પર અમેરિકાના નિષ્ણાતે ભાર મૂક્યો
વોશિંગ્ટનઃ ભારતમાં કોરોનાના કારણે સર્જાયેલી સ્થિતિ કોઈનાથી છૂપી નથી. હવે અમેરિકાના આરોગ્ય નિષ્ણાત ડો. એન્થની ફાઉચીએ ભારતની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોનાનો સામનો કરવા માટે વેક્સિનેશન એક જ માત્ર સમાધાન છે. આ સાથે જ તેમણે કોરોના મહામારીનો સામનો કરવા માટે આંતરિક અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કોરોનાની વેક્સિનનું ઉત્પાદન વધારવા પર ભાર મૂક્યો હતો.
આ પણ વાંચોઃWHOએ ચીને બનાવેલી કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી
કોરોનાનો નાશ કરવા વેક્સિનેશન એક જ ઉપાય