ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગેહલોત સરકારે વિશ્નોઈ સમાજને OBCની કેન્દ્રીય સૂચિમાં સમાવવા કેન્દ્રને ભલામણ પત્ર - સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

રાજસ્થાન પેટા-ચુંટણીના મતદાન પહેલા ગેહલોત સરકારે વિશ્નોઈ સમાજને માટે 22 વર્ષ જુની માંગ સ્વીકારી છે. ધૌલપુર-ભરતપુરના જાટ બાદ હવે ગેહલોત સરકારે કેન્દ્ર સરકારને વિશ્નોઈ સમાજને OBCની કેન્દ્રીય યાદીમાં સમાવવા ભલામણ પત્ર લખ્યો છે.

ગેહલોત સરકારે વિશ્નોઈ સમાજને OBCની કેન્દ્રીય સૂચિમાં સમાવવા કેન્દ્રને ભલામણ પત્ર
ગેહલોત સરકારે વિશ્નોઈ સમાજને OBCની કેન્દ્રીય સૂચિમાં સમાવવા કેન્દ્રને ભલામણ પત્ર

By

Published : Mar 31, 2021, 2:58 PM IST

  • રાજ્ય પછાત વર્ગ આયોગના 22 વર્ષ જુના અહેવાલના આધારે રાષ્ટ્રીય આયોગને પત્ર
  • વિશ્નોઈ સમાજને સમાવવા રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને ભલામણ
  • જાટ સમાજને OBCમાં સમાવવા અંગે કેન્દ્ર તરફથી કોઈ પ્રતિક્રિયા નથી મળી

જયપુર:રાજ્યની 3 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં રાજકીય ગરમાવાને લઈને રાજ્ય સરકારે અન્ય પછાત વર્ગોની કેન્દ્રીય સૂચિમાં વિશ્નોઈ સમાજને સમાવવા રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને ભલામણ મોકલી છે. અગાઉ પણ, રાજ્ય સરકારે ધૌલપુર-ભરતપુરના જાટને OBCમાં સમાવવા ભલામણ મોકલી છે.

આ પણ વાંચો:ગેહલોત કેબિનેટે ન્યાયિક સેવા નિયમમાં સુધારાને આપી મંજૂરી, ગુર્જર સહિત અનેક વર્ગને થશે લાભ

22 વર્ષ જુના અહેવાલના આધારે સચિવને પત્ર

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે, રાજ્ય પછાત વર્ગ આયોગના 22 વર્ષ જુના અહેવાલના આધારે રાષ્ટ્રીય આયોગના સભ્ય સચિવને પત્ર મોકલ્યો છે. તેમાં એવું કહેવામાં આવ્યું છે કે, રાજ્ય પછાત વર્ગ આયોગની ભલામણને આધારે વિશ્નોઈ સમાજ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત છે. આ આધારે, OBCની કેન્દ્રીય યાદીમાં વિશ્નોઈ સમાજને સમાવિષ્ટ કરવાની ભલામણ કરવામાં આવી છે.

ભરતપુર-ધૌલપુરના જાટ સમુદાય માટે પણ પત્ર લખાયો હતો

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજ્યની ગેહલોત સરકારે કેન્દ્ર સરકારને ભરતપુર અને ધૌલપુરના જાટ સમાજને OBCમાં સમાવવા ભલામણનો પત્ર લખ્યો હતો. ભરતપુર અને ધૌલપુરનો જાટ સમાજ ઘણાં સમયથી અન્ય જિલ્લાઓની સાપેક્ષ પર જાટ સમાજને OBCમાં સમાવિષ્ટ કરવાની માંગ કરી રહ્યો છે. ભરતપુર-ધૌલપુર જાટ આરક્ષણ સંઘર્ષ સમિતિના આંદોલનની ચેતવણી વચ્ચે સરકારે તેમની માંગ સ્વીકારીને કેન્દ્ર સરકારને એક પત્ર લખ્યો હતો.

આ પણ વાંચો:મરાઠા અનામત મુદ્દે SCનો તમામ રાજ્યનોને પ્રશ્ન, શું 50 ટકાથી વધારી શકાય અનામત?

હજી સુધી કેન્દ્ર તરફથી કોઈ પ્રતિક્રિયા નથી મળી

તેવી જ રીતે, વિશ્નોઈ સમાજ પણ ઘણા સમયથી વિશ્નોઈ જ્ઞાતીને OBCમાં સમાવવા માંગ કરી રહ્યો હતો. આ જ માંગ જોઈને, સરકારે કેન્દ્રને એક પત્ર લખ્યો છે. જોકે, સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, ભરતપુર-ધૌલપુર જાટ સમાજને OBCમાં સમાવવા અંગે કેન્દ્ર તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.

ABOUT THE AUTHOR

...view details