ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Adani Wilmar : અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી વિલ્મરની 44 ટકાની ભાગીદારી વેચશે? - વિલ્મર ઇન્ટરનેશનલ

અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ અદાણી વિલ્મર લિમિટેડમાં તેનો 44 ટકા હિસ્સો વેચી શકે છે. આ મામલા સાથે જોડાયેલા લોકોએ આ વાતનો ખુલાસો કર્યો છે.

Adani Wilmar : અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી વિલ્મરનો 44 ટકાની ભાગીદારી વેચશે?
Adani Wilmar : અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી વિલ્મરનો 44 ટકાની ભાગીદારી વેચશે?

By

Published : Aug 9, 2023, 2:42 PM IST

Updated : Aug 9, 2023, 2:51 PM IST

નવી દિલ્હી : દેશની અગ્રણી બિઝનેસ કંપની અદાણી જૂથને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણી આવનારા સમયમાં પોતાની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસનો હિસ્સો વેચી શકે છે. આ બાબત સાથે જોડાયેલા વ્યક્તિએ આ બાબતે ખુલાસો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અદાણી એન્ટરપ્રાઈઝ અદાણી વિલ્મરમાંનો તેનો 44 ટકા હિસ્સો વેચી શકે છે. આ સાથે જ અદાણી એન્ટરપ્રાઇઝિસ સિંગાપોરના જોઇન્ટ વેન્ચર વિલ્મર ઇન્ટરનેશનલ લિમિટેડથી પણ જુદી થઇ શકે છે. વિલ્મર ઇન્ટરનેશનલની અદાણી વિલ્મરમાં 44 ટકાની ભાગીદારી છે.

2.07 અબજ ડોલર ફંડ મેળવવાનું આયોજન :અહેવાલો અનુસાર અદાણી જૂથ ભાગીદારી વેચી ફંડ મેળવવા માગે છે. અદાણી એન્ટરપ્રાઇઝિસના 44 ટકા ભાગના શેરને સ્ટોક માર્કેટમાં કિમત જોઇએ તો 2.7 અબજ ડોલર છે. એટલે કે 44 ટકા ભાગીદારી વેચીને અદાણી જૂથ 270 કરોડ રુપિયાનું ફંડ પ્રાપ્ત કરી શકે છે.

સત્તાવાર નિવેદન નથી અપાયું : આ બાબતની જાણકારી ધરાવતાં વ્યકિતઓના અનુસાર ગૌતમ અદાણી અને તેમનો પરિવાર પોતાની ખાનગી ક્ષમતા જાળવવા માટે કેટલીક ભાગીદારી જાળવી રાખી શકે છે. તો બીજીતરફ સિંગાપોરમાં વિલ્મર ઇઇન્ટરનેશનલના સહસંસ્થાપક કુઓક ખૂન હોંગ પોતાનો હિસ્સો વેચશે કે જાળવી રાખશે તે વિશે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે. જોકે ભાગીદારી વેચવાના મામલામાં અદાણી જૂથ અને વિલ્મર તરફથી કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

વિલ્મરનું માર્કેટ કેપ ઘટીને 6.2 અબજ ડોલર :આ વર્ષની શરૂઆતમાં (24 જાન્યુઆરી) હિંડનબર્ગે અદાણી ગ્રૂપ વિશે નકારાત્મક અહેવાલ જારી કર્યો હતો. જે બાદ ગૌતમ અદાણીનું સામ્રાજ્ય નબળું પડ્યું હોવાના અનુમાનો છે. જેની અસરથી અદાણી વિલ્મર પણ બાકાત રહી નથી. આ કંપનીના શેરમાં એક વર્ષમાં લગભગ 36 ટકાનો ઘટાડો થયો છે. જેના કારણે તેનું માર્કેટ વેલ્યુ ઘટીને 6.2 અબજ ડોલર થઈ ગઇ છે. જ્યારે અદાણી જૂથના એકંદર બજાર મૂલ્યમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.

ફોરચ્યૂન બ્રાંડના ખાદ્યતેલનું ઉત્પાદન :આપને જણાવીએ કે વિલ્મર લિમિટેડે 2022ના વર્ષમાં પોતાનો આઈપીઓ લાવી ભારતીય શેરબજારમાં પ્રવેશ કર્યો હતો. આ પબ્લિક ઇસ્યૂ દ્વારા કંપનીઓ કુલ 36 અબજ એટલે કે 435 મિલિયન ડોલર ભેગાં કર્યાં હતાં. અદાણી વિલ્મર એ કંપની છે જે ફોરચ્યૂન બ્રાંડના ખાદ્યતેલનું ઉત્પાદન કરે છે.

  1. Adani Port : અદાણી પોર્ટે મહાકાય જહાજ લાંગરવાનો વિક્ર્મ સર્જાયો, 4 ફૂટબોલના મેદાન જેવડું જહાજ
  2. Adani Group: હિંડનબર્ગના અહેવાલ પછી અદાણી જૂથનો પ્રથમ મોટો સોદો, 5000 કરોડમાં સાંઘી ઇન્ડસ્ટ્રીઝનું ટેકઓવર
  3. Adani group: કાનપુરમાં અદાણી જૂથ બનાવશે રોકેટ, હેન્ડ ગ્રેનેડ અને બોમ્બ, 41 પ્રકારના સંરક્ષણ ઉત્પાદનો તૈયાર થશે
Last Updated : Aug 9, 2023, 2:51 PM IST

ABOUT THE AUTHOR

...view details