ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Asia's richest person: ગૌતમ અદાણી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ, મુકેશ અંબાણી 13માં સ્થાને... - મુકેશ અંબાણી

ગૌતમ અદાણી ગ્રુપે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે, અને ફરીથી ભારતના સૌથી અમીર વ્યક્તિનું બિરુદ હાંસલ લીધું છે. વાંચો સંપૂર્ણ સમાચાર વિસ્તારથી...

તમ અદાણી બન્યા એશિયાના સૌથી ઘનિક વ્યક્તિ
તમ અદાણી બન્યા એશિયાના સૌથી ઘનિક વ્યક્તિ

By ETV Bharat Gujarati Team

Published : Jan 5, 2024, 11:06 AM IST

નવી દિલ્હીઃઅદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ નવા વર્ષમાં એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ બનવાની સિદ્ધી હાંસલ કરી લીધી છે. આપને જણાવી દઈએ કે, ધનિકોની બ્લૂમબર્ગ બિલિયોનેર્સની યાદીમાં અદાણી 12મા સ્થાને છે. અદાણીની નેટવર્થ 97.6 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 97 અબજ ડોલરની નેટવર્થ સાથે એશિયામાં બીજા સ્થાને અને વિશ્વમાં 13મા સ્થાને સરકી ગયા છે. આપને જણાવી દઈએ કે, ગૌતમ અદાણી પહેલા મુકેશ અંબાણી એશિયાના સૌથી અધાનાઢ્ય વ્યક્તિ હતા.

નવા વર્ષમાં ત્રણ અબજપતિઓની નેટવર્થ વધી: નવા વર્ષમાં દુનિયાના ટોચના 20 અબજપતિઓ માંથી માત્ર 3 અબજપતિઓની નેટવર્થમાં ઉછાળો આવ્યો છે. જેમાં ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી ઉપરાંત અમેરિકાના અનુભવી રોકાણકાર વોરેન બફેટ પણ આમાં સામેલ છે. પરંતુ ગૌતમ અદાણીની નેટવર્થમાં જબરદસ્ત વધારો થયો છે, 24 કલાકમાં તેમની સંપત્તિમાં 7.6 અબજનો વધારો થયો છે, ત્યારે સૌ કોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે કેમ અદાણીની સંપત્તિ આટલી ઝડપથી વધી?

ગૌતમ અદાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ: હકીકતમાં, અદાણી ગ્રૂપની દસ લિસ્ટેડ કંપનીઓએ બુધવારે તેમના માર્કેટ કેપિટલાઇઝેશનમાં લગભગ રૂ. 65,500 કરોડનો ઉમેરો કર્યો હતો, જે જૂથ સામે હિંડનબર્ગ રિપોર્ટના આરોપોની નવેસરથી તપાસની માગણી કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ તેમના શેરમાં થયેલા વધારાને આભારી છે. પરિણામે, અદાણી જૂથની કંપનીઓની સંયુક્ત બજાર મૂડી બુધવારે વધીને રૂ. 15.11 ટ્રિલિયન થઈ ગઈ હતી, જે એક દિવસ અગાઉ રૂ. 14.47 ટ્રિલિયન હતી. જેના પગલે ગૌતમ અદાણીના પરિવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે અને ભારતના સૌથી ધનિક પ્રમોટરનું બિરુદ પાછું મેળવ્યું છે.

  1. Sukanya Samriddhi Yojana થી મેચ્યુરિટી પર ₹50 લાખ મેળવવા માટે કેવી રીતે રોકાણ કરવું તે જાણો...
  2. કોઓપરેટિવ બેંકોની સફાઇની તાતી જરુરિયાત, મની લોન્ડરિંગ અને કાળાં નાણાંને લગતો મોટો મુદ્દો

ABOUT THE AUTHOR

...view details