ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Gas Leakage: ઉત્તરપ્રદેશમાં ઝેરી ગેસથી ગૂંગળાવવાથી 4ના મોત, મકાનના બેઝમેન્ટમાંથી મળ્યા મૃતદેહ - મુરાદાબાદમાંથી ચાર મૃતદેહ મળી

ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લા (Muradabad District of Uttar Pradesh)માં ચાર લોકોના મૃતદેહ એક બેઝમેન્ટ (Basement)માંથી મળી આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, ચારોનું મૃત્યુ ઝેરી ગેસના લીકેજ (Gas Leakage)ના કારણે ગૂંગળાવવાથી થઈ છે. પોલીસે ચારેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ (Postmortem) માટે મોકલ્યો છે.

Gas Leakage: ઉત્તરપ્રદેશમાં ઝેરી ગેસથી ગૂંગળાવવાથી 4ના મોત, મકાનના બેઝમેન્ટમાંથી મળ્યા મૃતદેહ
Gas Leakage: ઉત્તરપ્રદેશમાં ઝેરી ગેસથી ગૂંગળાવવાથી 4ના મોત, મકાનના બેઝમેન્ટમાંથી મળ્યા મૃતદેહ

By

Published : Jun 22, 2021, 10:15 AM IST

  • ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લા (Muradabad District of Uttar Pradesh)માં ચાર લોકોના મૃતદેહ મળ્યા
  • ડિલારી વિસ્તાર (Dilari Area)માં એક મકાનના બેઝમેન્ટ (Basement)માંથી મળ્યા મૃતદેહ
  • ગેસ લીકેજ (Gas Leakage)ના કારણે ચારેયના મોત થયાનું સામે આવ્યું

લખનઉઃ મુરાદાબાદ જનપદના ડિલારી વિસ્તારમાં એક મકાનના બેઝમેન્ટ (Basement)માં પિતા અને 2 પૂત્ર સહિત 4 લોકોના મૃતદેહ મળવાથી વિસ્તારમાં હડકંપ મચ્યો છે. સૂચના મળતા ઘટના પર પહોંચેલી પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ (Postmortem) માટે મોકલ્યા છે. ચારેય લોકોના મોત કોઈક ઝેરી ગેસના કારણે ગૂંગળાવવાથી થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતક પિતા ઝેરી દારૂ બનાવવા માટે પહેલા પણ જેલ જઈ ચૂક્યો હતો. આની તપાસ માટે ફોરેન્સિક ટીમ (Forensic Team)ની સાથે આબકારી વિભાગના અધિકારીઓને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો-રાજકોટના અવેડા લાઈન વિસ્તારમાં ગેસ લીકેજના કારણે એક મકાનમાં આગ

જનપદના ડિલારી વિસ્તારની ઘટના

આ અંગે મળતી માહિતી અનુસાર, જનપદના ડિલારી વિસ્તાર (Dilari Area)માં ગામ રાજપૂર કેસરિયાના રહેવાસી રાજેન્દ્રની ગામમાં સિમેન્ટની દુકાન છે. સિમેન્ટની દુકાન નીચે એક બેઝમેન્ટ (Basement) પણ બનાવ્યું છે, જેમાં સોમવારે રાત્રે રાજેન્દ્ર સહિત તેના 2 પૂત્ર હરિકેશ, પ્રીતમ સહિત અન્ય એક વ્યક્તિ રમેશનો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહની સૂચના મળતા પૂરા ગામમાં હડકંપ મચ્યો હતો. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ચારેયના મૃતદેહને બેઝમેન્ટ (Basement)માંથી બહાર કાઢી પોલીસે પોસ્ટમોર્ટમ (Postmortem) માટે મોકલ્યા છે. ફોરેન્સિક ટીમ (Forensic Team)ને તપાસ માટે ઘટનાસ્થળે પણ બોલાવવામાં આવી છે. જોકે, શરૂઆતી તપાસમાં ચારેયના મોત ઝેરી ગેસના કારણે ગૂંગળાવવાથી થઈ હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો-વેરાવળની રેયોન કંપનીના ગેસ ગળતર મામલે કલેક્ટર દ્વારા GPCBને તપાસના આદેશ

મૃતક ઝેરી દારૂ બનાવવાના કેસમાં જેલ પણ ગયો હતો

મૃતક રાજેન્દ્ર ઝેરી દારૂ બનાવવાના કેસમાં પહેલા પણ જેલ જઈ ચૂક્યો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર, બેઝમેન્ટમાં ઝેરી દારૂ બનાવતા વખતે નીકળતા ગેસના કારણે ચારેય લોકો ગૂંગળાયા હતા અને એટલે જ ચારેયના મોત થયા હતા. જોકે, તપાસ માટે આબકારી વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. સીઓ ઠાકુરદ્વારા ડો. અનુપસિંહે જણાવ્યું હતું કે, એક બેઝમેન્ટમાં 4 લોકોના ગૂંગળાવવાથી મોત થયા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. જોકે, શરૂઆતમાં તો ઝેરી ગેસના કારણે ચારેયના મોત થયાનું જાણવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details