ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Gas leak at Mangalore: મેંગલોર MASZ ખાતે ગેસ લીક, 3 કામદારોના મોત, 5ની હાલત ગંભીર

MSEZમાં માછલીની ફેક્ટરીમાં ગેસ લીક (Gas leak at Mangalore) થવાથી ત્રણ કામદારોના મોત થયા છે. તો ઘણા લોકો ઝેરી ગેસથી બીમાર થઈ ગયા છે. આ દુર્ઘટના રવિવારે રાત્રે MSEZ (Mangalore Special Economic Zone) ખાતે બની હતી.

Gas leak at Mangalore: મેંગલોર MASZ ખાતે ગેસ લીક, 3 કામદારોના મોત, 5ની હાલત ગંભીર
Gas leak at Mangalore: મેંગલોર MASZ ખાતે ગેસ લીક, 3 કામદારોના મોત, 5ની હાલત ગંભીર

By

Published : Apr 18, 2022, 9:30 AM IST

મેંગલોર: MSEZમાં માછલીની ફેક્ટરીમાં ગેસ લીક (Gas leak at Mangalore) થવાથી ત્રણ કામદારોના મોત થયા છે. તો ઘણા લોકો ઝેરી ગેસથી બીમાર થઈ ગયા છે. આ દુર્ઘટના રવિવારે રાત્રે MSEZ (Mangalore Special Economic Zone) ખાતે બની હતી.

પશ્ચિમ બંગાળના પાંચ લોકો ગંભીરઃપશ્ચિમ બંગાળના ઉમર ફારૂક, નિઝામુદ્દીન સાબ, સમીરુલ્લા ઈસ્લામનું મૃત્યુ થયું છે. પશ્ચિમ બંગાળના પાંચ લોકો ગંભીર રીતે બીમાર છે અને તેમની સારવાર ચાલી રહી છે. મિરાજુલ ઈસ્લામ, અઝાન અલી, સરાફત અલી, કલીમુલ્લાહ અને અફ્તાર મલિક ગંભીર રીતે બીમાર હતા. તેઓને શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃrussia ukraine war 54 day: રશિયાની ચેતવણી, તમારા હથિયારો નીચે મૂકો અથવા તમને મારી નાખવામાં આવશે; યુક્રેને કહ્યું- અમે અંત સુધી લડીશું

આ ફિશ ફેક્ટરીમાં રાત્રિ દરમિયાન એક કામદાર ફિશ વેસ્ટ ટાંકી સાફ કરવા માટે નીચે ગયો હતો, તે સમયે તે બીમાર પડ્યો હતો. થોડી જ વારમાં અન્ય કામદારો તેને બચાવવા ગયા હતા. એવું કહેવાય છે કે, તેઓ આ સમયે બીમાર પણ પડ્યા હતા. તેઓને તાત્કાલિક શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણના મોત (death in Mangalore gas leakage) થયા છે અને પાંચની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃAmethi Road Accident: ઉત્તરપ્રદેશ અમેઠીમાં ભયાનક માર્ગ અકસ્માતમાં 6નાં મોત, 4 ગંભીર ઈજાગ્રસ્ત

ABOUT THE AUTHOR

...view details