ઇસ્લાબાદ:દક્ષિણ પાકિસ્તાનના કરાંચી શહેરમાં સીવેજ પ્રણાલીમાં થયેલ ગેસ બ્લાસ્ટમાં (Gas explosion) શનિવારના રોજ ઓછામાં ઓછા 10 લોકો મૃત્યુ (At least 10 people died) પામ્યા હતા.
સોહેલ જોખિયોનું શું કહેવું છે ગેસ બ્લાસ્ટ મામલે
પોલીસ પ્રવક્તા સોહેલ જોખિયોના જણાવ્યા પ્રમાણે, કરાંચી નજીકના શેરશાહ વિસ્તારમાં એક બેંક બિલ્ડીંગની નીચે સીવરમાં જમા થયેલ ગેસમાં કોઈ કારણસર આગ લાગવાથી બલાસ્ટ થયો હતો. સાથે માહિતી આપે છે કે, આ ગેસમાં આગ કઇ રીતે લાગી હતી તે હજુ સ્પષ્ટ થયુ નથી. તપાસ માટે નિષ્ણાતોંને બોલાવામાં આવ્યાં છે.