ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Garba Express Fire : ગરબા એક્સપ્રેસ ટ્રેનના વ્હીલમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી

ઝારખંડના ગયા-ધનબાદ ગ્રાન્ડ કોડ લાઇન પરથી પસાર થતી એક્સપ્રેસ ટ્રેનના વ્હીલમાં આગ લાગી હતી. રેલ્વે કર્મીઓએ આગ ઓલવવામાં 15 મિનિટનો સમય લાગ્યો હતો. કામગીરી દરમિયાન થોડા સમય માટે આ રૂટ પરની અન્ય ટ્રેનોનું સંચાલન ખોરવાઈ ગયું હતું.

Garba Express Fire : ગરબા એક્સપ્રેસ ટ્રેનના વ્હીલમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી
Garba Express Fire : ગરબા એક્સપ્રેસ ટ્રેનના વ્હીલમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી

By

Published : Jun 27, 2023, 5:35 PM IST

ગિરિડીહ : ગાંધીધામ-હાવડાથી દોડતી ગરબા એક્સપ્રેસના ટ્રેનના વ્હીલમાં આગ લાગી હતી. ગયા-ધનબાદ ગ્રાન્ડ કોડ લાઇન પર ચાંગરોથી ચૌધરીબંધ રેલવે સ્ટેશન વચ્ચે આગ ફાટી નીકળી હતી. મંગળવારે સવારે લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી હતી, ત્યારબાદ કામગીરી શરૂ થઈ શકી હતી. જોકે, આગ લાગવાની ઘટના તરત સામે આવતા મોટી દુર્ઘટના પણ ટળી છે.

આગની જાણકારી મળતા તંત્ર દોડતું : મળતી માહિતી અનુસાર, મંગળવારે સવારે પોણા ચાર વાગ્યાની આસપાસ હજારીબાગ રોડ આરપીએફને માહિતી મળી હતી કે, ગરબા એક્સપ્રેસના એક વ્હીલમાં આગ લાગી છે. ધનબાદ સિક્યોરિટી કંટ્રોલ તરફથી મળેલી આ માહિતી બાદ આરપીએફની સાથે રેલવેકર્મીઓ એક્શનમાં આવી ગયા હતા. આરપીએફ ઇન્સ્પેક્ટરે આ અંગે ફાયર વિભાગને જાણ કરી હતી. આ દરમિયાન રેલ્વે કર્મચારીઓ જ્યાં ટ્રેન ઉભી હતી ત્યાં પહોંચી ગયા હતા. અહીં 15 મિનિટની મહેનત બાદ પૈડામાં લાગેલી આગને ઓલવી શકાઈ હતી. સવારે લગભગ 5 વાગ્યે ટ્રેન તેના ગંતવ્ય સ્થાને જવા રવાના થઈ હતી.

શું છે સમગ્ર મામલો : સવારે ગરબા એક્સપ્રેસ પસાર થઈ ત્યારે ચૌધરીબંધના ટ્રેક મેનને વ્હીલમાં આગ લાગી હતી. ટ્રેક મેને આ અંગે ધનબાદ સિક્યુરિટી કંટ્રોલને જાણ કરી હતી. માહિતી મળતાં જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને આગને કાબુમાં લેવામાં આવી હતી. રેલવેએ જણાવ્યું કે, બ્રેક બાઈન્ડિંગના કારણે એન્જિન પહેલા કોચના વ્હીલમાં આગ લાગી હતી. જેના કારણે ટ્રેન થોડીવાર ઉભી રહી હતી. થોડા સમય માટે આ રૂટ પરની અન્ય ટ્રેનોનું સંચાલન પણ ખોરવાઈ ગયું હતું. બાદમાં બધું સામાન્ય થઈ ગયું હતું.

  1. Odisha Train Accident: બાલાસોરમાં ટ્રેન અકસ્માત બાદનો વીડિયો સામે આવ્યો, જૂઓ રેસ્ક્યૂ ઑપરેશન
  2. Odisha Train Tragedy: બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના પછી બહંગા હાઈસ્કૂલમાં જતાં વિદ્યાર્થીઓ કેમ ડરી રહ્યા છે ?
  3. Mumbai-Ahmedabad Bullet Train Project: વલસાડ જિલ્લામાં સૌથી પહેલો પાર નદી ઉપર 320 મીટર લાંબો બ્રિજ તૈયાર

ABOUT THE AUTHOR

...view details