હૈદરાબાદ: એક મુસ્લિમ વ્યક્તિએ તેલંગાણાના હૈદરાબાદમાં ગણેશની મૂર્તિ સ્થાપિત (Muslim man has installed a Ganesha idol in Hyderabad) કરી છે, જે શહેરના ભાગોમાં તણાવના તાજેતરના અહેવાલો વચ્ચે સાંપ્રદાયિક સૌહાર્દ અને ભાઈચારાનું ચિત્રણ કરે છે. રામ નગરના રહેવાસી મોહમ્મદ સિદ્દીકી નામના વ્યક્તિએ તેના મિત્રો સાથે ગણેશ મૂર્તિની સ્થાપના કરી હતી. પંડાલને ભવ્ય રોશની અને તોરણોથી શણગારવામાં આવ્યો હતો. મોહમ્મદ સિદ્દિકે કહ્યું કે, દરેકે સાથે રહેવું જોઈએ એવો સંદેશ આપવા માટે તેઓ 18 વર્ષથી ગણેશનું સ્થાપન કરી રહ્યા છે.
251 કિલોના લાડુ અમારા મિત્રોમાં પણ હિંદુ અને મુસ્લિમ ભેદભાવની લાગણી નથી, તેઓ અમારી મસ્જિદમાં આવે છે. મારા મિત્રો હિંદુ છે અને જ્યારે હું ઇફ્તાર કરું છું ત્યારે તેઓ તેમાં ભાગ લે છે. હું ગણેશની મૂર્તિ સ્થાપિત (muslim installs ganesh idol in hyderabad) કરવા માટેની તમામ પરવાનગી લઉં છું, મેં અન્નદાન પણ કર્યું હતું. આ કાર્યથી મારા વિસ્તારના લોકો મને ખૂબ માન આપે છે. તેમણે કહ્યું કે, લાડુ 251 કિલોના છે અને ઉપર હનુમાન અને ગરુડ ઉડી રહ્યા છે. તેથી અમે 9મા દિવસે ગણેશની મૂર્તિનું વિસર્જન કરીશું.