- ગેંગસ્ટર રવિ પૂજારી મુંબઈ પોલીસની કસ્ટડિમાં
- આજે મકોકા કોર્ટમાં કરાશે રજૂ
- કર્ણાટક કોર્ટે મુંબઈ પોલીસને સોંપ્યો
મુંબઇ: અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીની ધરપકડ કરવાના પ્રયાસ કરી રહેલી મુંબઈ પોલીસને અંતે સફળતા મળી છે. કર્ણાટકની એક કોર્ટે પૂજારીને મુંબઈ પોલીસની કસ્ટડિમાં સોંપવાની પરવાનગી આપી છે. આજે મંગળવારે પૂજારીને મકોકા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
રવિ પૂજારી મુંબઈ પોલીસની કબ્જામાં
રવિ પૂજારીને બેંગલુરુ, મેંગ્લોર અને અન્ય સ્થાનો પર રખાયો હતો. 49 કેસોમાં સંડાવાયેલા રવિ પૂજારીને પોતાના કબ્જામાં લેવા માટે મુંબઇ પોલીસ દ્વારા કર્ણાટક કોર્ટમાંથી પરવાનગી માંગવામાં આવી હતી. ત્યારબાદ કર્ણાટકની કોર્ટની પરવાનગી મળ્યા બાદ રવિ પૂજારીને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યો છે.
આ બૉલીવૂડ અભિનેતાઓને મળી ધમકી
2009 અને 2013ની વચ્ચે, બૉલીવૂડ અભિનેતા સલમાન ખાન, અક્ષય કુમાર, કરણ જૌહર, રાકેશ રોશન અને શાહરૂખ ખાનને રવિ પૂજારી દ્વારા ધમકી આપવામાં આવી હતી. રવિ પૂજારીએ શાહરૂખ ખાનને કરીમ મોરાની સાથે વ્યાવસાયિક સંબોધો અંગે ધમકી આપી હતી. વિદેશમં સેનેગલમાં રહીને રવિ પૂજારી નમસ્તે ઈન્ડિયા નામના એક રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે. તેમની 21 જાન્યુઆર સેનેગલના ડકારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.