ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NITIN GADKARI: જેલમાં બંધ ગેંગસ્ટરે ગડકરીની ઓફિસમાં કર્યો હતો ધમકીનો કોલ - કર્ણાટક જેલમાં બંધ ગેંગસ્ટરે

મહારાષ્ટ્રની નાગપુર પોલીસે જણાવ્યું કે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને જેલમાંથી ધમકી આપવામાં આવી રહી છે. ફોન કરનાર કુખ્યાત ગેંગસ્ટર અને હત્યાનો આરોપી જયેશ કાંથા છે, જે કર્ણાટકની બેલાગવી(threatening calls to nitin gadkari office) જેલમાં બંધ છે. નાગપુરના પોલીસ કમિશનરે જણાવ્યું કે તેણે જેલની અંદર ગેરકાયદેસર રીતે ફોનનો ઉપયોગ કર્યો હતો.

NITIN GADKARI: કર્ણાટક જેલમાં બંધ ગેંગસ્ટરે નીતિન ગડકરીની ઓફિસમાં કર્યો હતો ધમકીભર્યો કોલ
NITIN GADKARI: કર્ણાટક જેલમાં બંધ ગેંગસ્ટરે નીતિન ગડકરીની ઓફિસમાં કર્યો હતો ધમકીભર્યો કોલ

By

Published : Jan 15, 2023, 7:57 AM IST

Updated : Jan 15, 2023, 11:54 AM IST

મહારાષ્ટ્ર: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની ઓફિસમાં મળેલા ધમકીભર્યા કોલના સંદર્ભમાં મહારાષ્ટ્રની નાગપુર પોલીસે શનિવારે મોટો દાવો કર્યો છે. પોલીસે જણાવ્યું કે ફોન કરનારની ઓળખ જેલમાં બંધ ગુનેગાર અને ગેંગસ્ટર જયેશ કાંતા તરીકે થઈ છે, જે બેલાગવી (કર્ણાટક) જેલમાં સજા કાપી રહ્યો છે. તેણે જેલની અંદરથી જ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની ઓફિસમાં ધમકીભર્યા ફોન કર્યા હતા.

આ પણ વાંચો:CBI raided Manish Sisodias Office: દિલ્હી સચિવાલયમાં મનીષ સિસોદિયાની ઓફિસ પર CBI ત્રાટકી

હત્યાનો આરોપી જયેશ કાંથા:પોલીસે જણાવ્યું કે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને જેલમાંથી ધમકી આપવામાં આવી રહી છે. ફોન કરનાર કુખ્યાત ગેંગસ્ટર અને હત્યાનો આરોપી જયેશ કાંથા છે, જે કર્ણાટકની બેલાગવી જેલમાં બંધ છે. નાગપુરના પોલીસ કમિશનરે જણાવ્યું કે તેણે જેલની અંદર ગેરકાયદેસર રીતે ફોનનો ઉપયોગ કર્યો અને ગડકરીને તેની ઓફિસમાં ફોન કરીને ધમકી આપી હતી. નાગપુર પોલીસની એક ટીમ વધુ તપાસ માટે બેલગાવી રવાના થઈ ગઈ છે. તે જ સમયે, બેલગવી જેલ પ્રશાસને આરોપી પાસેથી એક ડાયરી જપ્ત કરી છે. નાગપુર પોલીસે આરોપીના પ્રોડક્શન રિમાન્ડની માંગણી કરી છે. નાગપુર પોલીસે કહ્યું કે આ મામલે વધુ તપાસ માટે આરોપીની પૂછપરછ કરવી જરૂરી છે. એટલા માટે અમે તેને મહારાષ્ટ્ર લઈ જઈશું.

આ પણ વાંચો:ST Employee Salary: એસ.ટી કર્મચારીઓના પગાર માટે 300 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર

3 ફોન કરીને ધમકી આપી હતી:અહીં કથિત ધમકીભર્યા કોલ બાદ નાગપુર પોલીસે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની સુરક્ષા વધારી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બીએસએનએલ નેટવર્કના રજિસ્ટર્ડ નંબર પરથી ગડકરીની ઓફિસના લેન્ડલાઈન નંબર પર સવારે 11.25, 11.32 અને 12.32 કલાકે ત્રણ કોલ આવ્યા હતા. કોલ રેકોર્ડ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ રાહુલ મદનેએ કહ્યું કે પ્રધાન ગડકરીના કાર્યક્રમના સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. અમારી ક્રાઈમ બ્રાન્ચની ટીમ CDR (કોલ ડિટેલ રેકોર્ડ) પર કામ કરશે. વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.(threatening calls to nitin gadkari office )

Last Updated : Jan 15, 2023, 11:54 AM IST

ABOUT THE AUTHOR

...view details