ગુજરાત

gujarat

ETV Bharat / bharat

RJ Crime News : જોધપુરમાં બે સગા ભાઈઓએ એક વર્ષ સુધી સગીરાને પીંખી

જોધપુરમાં બે સગા ભાઈઓએ સગીર બાળકી પર બળાત્કાર કર્યાનો આરોપ લાગ્યો છે. ફરિયાદ અનુસાર કેફેમાં સગીરા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને આ કુકર્મનો વિડીયો બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ નરાધમો વિડીયોની મદદથી બ્લેકમેલ કરીને એક વર્ષ સુધી સગીરાના શરીરનું શોષણ કરતા રહ્યા.

Minor Girl Gangrape
Minor Girl Gangrape

By

Published : Jul 28, 2023, 4:13 PM IST

જોધપુર :રાજસ્થાનના જોધપુર જિલ્લાના ભગત કી કોઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા સાથે બલાત્કારની ઘટના બની છે. આ વિસ્તારની બેડમિન્ટન એકેડમીની 14 વર્ષની ખેલાડી સાથે નજીકના કેફેમાં બળાત્કારનો મામલો સામે આવ્યો છે. સગીર યુવતીએ બળાત્કારના આરોપી સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કરી હતી. ત્યારબાદ આરોપીએ સગીરા પાસેથી કેટલાક પૈસા ઉછીના લીધા હતા. પરંતુ તેણે પૈસા પરત ન આપતા સગીરાએ તેના મોટા ભાઈને ફરિયાદ કરી હતી.

કેફેમાં કર્યો રેપ :જોકે બાદમાં પૈસા પરત કરવાના બહાને મોટો ભાઈ સગીરાને એક કેફેમાં લઈ ગયો. ત્યાં તેણે તેના પર બળાત્કાર કર્યો હતો. ઉપરાંત સગીરાના આ સમયના ફોટા અને વિડીયો પણ બનાવ્યા હતા. ત્યારબાદ તે ફોટો અને વિડીયોની મદદથી બંને ભાઈઓએ એક વર્ષ સુધી સગીરાને બ્લેકમેલ કરીને શારીરિક શોષણ કરતા રહ્યા હતા.

કુકર્મનો વિડીયો બનાવ્યો : ભગત કી કોઠી પોલીસ સ્ટેશનમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર સગીરાની લેખિત ફરિયાદ પર બે ભાઈઓ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, 14 વર્ષની છોકરી બેડમિન્ટન પ્રેક્ટિસ માટે આવતી હતી. અહીં આરોપી બલવીર સિંહ પણ પાર્કમાં આવતો હતો. તે દરમિયાન સગીરા સાથે તેની ઓળખ થઈ હતી. બાદમાં બંને ઇન્સ્ટાગ્રામ આઈડી પર વાત કરવા લાગ્યા હતા. એક દિવસ બલવીરસિંહે એક પરિચિતના અકસ્માત વિશે કહીને સગીરા પાસેથી થોડા પૈસા ઉધાર લીધા હતા.

પીડિતાનું નિવેદન લીધા બાદ ગુરુવારે તેની મેડિકલ તપાસ કરવામાં આવી છે. હાલ મેડિકલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. બંને સગા ભાઈઓએ એક વર્ષ સુધી સગીરાનું યૌન શોષણ ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન આરોપી ભાઈઓએ સગીર યુવતી પાસેથી પચાસ હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા.-- સુનિલ ચરણ (પોલીસ અધિકારી)

બ્લેકમેલ કરી શોષણ : તેણે લાંબા સમય સુધી સગીરાના પૈસા પરત કર્યા ન હતા. જેના કારણે સગીરાએ બલબીરના મોટા ભાઈ ચૈલસિંહ ઉર્ફે ચૈલસાને ફરિયાદ કરી હતી. જે સગીરાને પૈસા આપવા માટે કેફેમાં લઈ ગયો હતો. જ્યાં તેણીને નશીલી પીણું પીવડાવી બળાત્કાર ગુજાર્યો હતો. નરાધમોએ આ ઘટનાના ફોટો-વિડીયો પણ બનાવ્યા અને પૈસા પણ પરત કર્યા ન હતા. ત્યારબાદ બલબીરે ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને તેને એક કેફેમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો.

પોલીસ તપાસ : તાજેતરમાં બંને ભાઈઓથી પરેશાન સગીરાએ સમગ્ર ઘટના અંગે તેના પરિવારજનોને જણાવી હતી. આ સાંભળીને પરિવારના લોકો સગીરા સાથે પોલીસ સ્ટેશન ગયા હતા. સગીરાની ફરિયાદના આધારે બંને ભાઈઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનના અધિકારી સુનિલ ચરણ આ અંગે તપાસ કરી રહ્યા છે.

  1. Manipur violence: મણિપુરમાં આતંકવાદીઓ સાથે ગોળીબારમાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ
  2. Delhi Crime: ઘરની બહાર મહિલાની ગોળી મારી હત્યા, હુમલાખોરે પણ કરી આત્મહત્યા

ABOUT THE AUTHOR

...view details