હાથરસ:ઉત્તર પ્રદેશના હાથરસ શહેરના સાદાબાદ વિસ્તારમાં (Uttar Pradesh Gang Rape case) એક વિદ્યાર્થિની સાથે શરમજનક કૃત્ય આચરવામાં આવ્યું હતું. જેમાં હવસભૂખ્યા શેતાનોએ વિદ્યાર્થિનીને નશાનું ઈન્જેક્શન મારી દીધું હતું. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા યુદ્ધના ધોરણે તપાસ (Kushinagar police) ચાલું કરી દેવામાં આવી છે. પોલીસ ફરિયાદમાંથી જાણવા મળ્યું હતું કે, આ કેસ સામુહિક દુષ્કર્મનો છે. જેમાં પીડિતાના પિતાએ પોલીસ ફરિયાદ કરી છે.
આરોપીની તપાસ શરૂઃપીડિતાના પિતાએ કાયદેસરની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તાત્કાલિક આરોપીની તપાસ ચાલું કરી દીધી છે. શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની તારીખ 10 ઑક્ટોબરના રોજ બપોરના સમયે કોચિંગ ક્લાસમાં ગઈ હતી. જ્યાંથી પરત આવતી વખતે ગામના જ કેટલાક નરાધમોએ એને રસ્તામાં રોકી અને જબરદસ્તી કરી હતી. પછી એને નશાનું ઈન્જેક્શન આપી દીધું. જેના કારણે તે બેહોશ થઈ ચૂકી હતી.
કૉલેજ પરિસરમાં કુકર્મઃએ પછી વિદ્યાર્થિનીને નરાધમો કૉલેજ પરિસરમાં લઈ આવ્યા હતા. એ પછી એના પર કુકર્મ આચરવામાં આવ્યું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીને એને એ જ સ્થિતિમાં મૂકીને ચાલ્યા ગયા હતા. આરોપીઓએ આ વાતની જાણ ઘરે ન કરવા માટેની ધમકી ઉચ્ચારી હતી. આ ડરથી વિદ્યાર્થિનીએ ઘરે કોઈ પ્રકારની વાત કહી નહીં. પણ ઘટનાનો વીડિયો સામે આવતા એના પરિજનોને વાત કહી ત્યારે મામલો સામે આવ્યો હતો. એ પછી વિદ્યાર્થિનીએ સમગ્ર હકીકત કહી હતી.
ધમકી આપીઃનરાધમોએ એનો વીડિયો ઊતારીને વાયરલ કરી દેવાની ધમકી ઉચ્ચારી હતી. જેના કારણે તે ડરી ગઈ હતી. પણ આરોપીઓએ એનો વીડિયો વાયરલ કરી દીધો હતો. કોઈ પ્રકારની ફરિયાદ કરશે તો એને તેમજ એના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી પણ ઉચ્ચારી હતી. એટલું જ નહીં એના પિતાને પણ મારી નાંખશે એવી વાત કહી હતી. પછી પીડિતાની ફરિયાદને આધારે પોલીસ ફરિયાદ થઈ હતી. પોલીસે આ કેસમાં પોક્સો એક્ટ, ખોટી રીતે કરવામાં આવતી છેડછાડ, ધમકી તેમજ નશા સંબંધીત કાયદાની કલમ લાગુ કરીને પગલાં લીધા છે.