- આજે બંધ થશે ગંગોત્રી ધામના કપાટ
- ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યા
- કોરોનાની અસર ચારધામ યાત્રા પર
દેહરાદૂનઃ વિશ્વ પ્રસિદ્ધ ગંગોત્રી ધામના કપાટ શીતકાલ માટે અન્નકૂટ પર્વના અવસરે આજે વિધિ-વિધાન સાથે બંધ કરવામાં આવશે. જે બાદ માં ગંગાના દર્શન આગામી 6 મહીના સુધી મુખબામાં (મુખીમઠ) કરી શકાશે. જેની તૈયારીઓ પુરી કરવામાં આવી છે. જો કે, આ વખતે કોરોનાની અસર ચારધામ યાત્રા પર પણ પડી છે. ગંગોત્રી ધામની વાત કરીએ તો અત્યાર સુધી 43,041 અને યમુનોત્રી ધામમાં 14,089 શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે.
માં ગંગાની ડોલી આર્મી બેન્ડ અને ઢોલ-નગારા સાથે મુખબા માટે રવાના થશે
ગંગોત્રી ધામના કપાટ છ મહિના માટે આજ 30 ગતે કાર્તિક શુક્લ પક્ષમાં અન્નકૂટ પર્વ પર બપોરે 12.15 મિનીટે વિશેષ પૂજા-અર્ચનાના બાદ બંધ કરવામાં આવશે. જે બાદ માં ગંગાની ડોલી આર્મી બેન્ડ અને ઢોલ-નગારા સાથે પોતાના શીતકાલિન પ્રવાસ મુખબા માટે રવાના થશે.