વારાણસી: ગંગા વિલાસ (GANGA VILAS CRUISE) લક્ઝરી ક્રૂઝ મંગળવારે વિશ્વની સૌથી લાંબી યાત્રા (World Longest Luxury River Cruise Start India) કરવા વારાણસી પહોંચી હતી. આ ક્રૂઝ ભારત અને બાંગ્લાદેશમાંથી પસાર થતી 27 નદીઓમાંથી પસાર થઈને તેના ગંતવ્ય સ્થાને પહોંચશે.
50થી વધુ સ્થળોએ રોકાશે:આ લાંબી યાત્રામાં MV ગંગા વિલાસ ક્રૂઝ પટના, સાહિબગંજ, કોલકાતા, ઢાકા અને ગુવાહાટી જેવા 50 પ્રવાસન સ્થળો પરથી પસાર થશે. આ ક્રુઝના સંચાલન સાથે દેશમાં પ્રથમવાર નદી પર્યટનના નવા યુગની (India new river tourism) શરૂઆત થવા જઈ રહી છે. આ નવો યુગ ભારતના નવા નદી પર્યટનના વિકાસની નવી ગાથા જ નહિ પરંતુ દેશ વિશ્વના પ્રવાસીઓ સમક્ષ ભારતનું નવું મોડલ પણ રજૂ કરશે. ખરાબ હવામાનને કારણે ક્રૂઝ 3 દિવસ મોડી કાશી પહોંચી હતી.
ગંગા વિલાસ ક્રૂઝ વારાણસી પહોંચી: ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે (Yogi Adityanath ) 11 નવેમ્બરના રોજ ગંગા વિલાસ ક્રૂઝનું ટાઇમ ટેબલ બહાર પાડ્યું હતું. સોમવારે, ક્રુઝ ચંદૌલીના ધનાપુરથી નીકળી અને બપોરે વારાણસી સરહદમાં પ્રવેશી. આ પછી ક્રુઝ મંગળવારે રામનગર બંદરે પહોંચી હતી. અહીં પ્રવાસીઓને આવકારવા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:JNU ફરી વિવાદમાં, પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રાશિદ સામે નોંધાશે રાજદ્રોહનો કેસ
કુલ 3200 કિમીનો પ્રવાસ: ઉત્તર પ્રદેશમાં પ્રવાસીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ક્રુઝ ગંગા વિલાસ એ ભારતમાં બનેલ સૌપ્રથમ રિવરશિપ છે. જે કાશીથી બોગીબીલ (ડિબ્રુગઢ) સુધીની સૌથી લાંબી ક્રૂઝ યાત્રા કરશે. આ યાત્રા 50 દિવસમાં કુલ 3200 કિલોમીટરની હશે. આ યાત્રા વિશ્વ ધરોહર સાથે સંબંધિત 50 થી વધુ સ્થળોએ રોકાશે. આ જળાશય રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોમાંથી પણ પસાર થશે. આ પ્રવાસ દરમિયાન સુંદરબન ડેલ્ટા અને કાઝીરંગા નેશનલ પાર્ક પણ સામેલ છે.
27 નદી પ્રણાલીઓમાંથી પસાર થશેઃપર્યટનના નાયબ નિયામક પ્રીતિ શ્રીવાસ્તવે જણાવ્યું કે ગંગા વિલાસ ક્રૂઝ યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને આસામની કુલ 27 નદી પ્રણાલીઓમાંથી પસાર થશે. જેમાં મુખ્ય ત્રણ નદીઓ ગંગા, મેઘના અને બ્રહ્મપુત્રા તેના માર્ગમાં આવી જશે. આ ક્રૂઝ ભાગીરથી, હુગલી, બિદ્યાવતી, મલતા, બંગાળમાં સુંદરવન નદી પ્રણાલી, મેઘના, પદ્મા, બાંગ્લાદેશમાં જમુના અને પછી ભારતમાં બ્રહ્મપુત્રામાં પ્રવેશ કરશે, જે ગંગા અને આસામની ઉપનદીઓ તરીકે અન્ય નામોથી ઓળખાય છે.