ભરતપુરઃરાજસ્થાનના ભરતપુર જિલ્લામાં સગીરા સાથે સામૂહિક કુકર્મ કર્યાનો કિસ્સો (Rape And Kidnapping Case From Rajasthan) સામે આવ્યો છે. જિલ્લાના કમાન વિસ્તારમાં આ ઘટના બની હતી. જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર (Rape Case from Bharatpur) મચી ગઈ છે. નરાધમોએ હથિયારના જોરે યુવતી સાથે કુકર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. બાળકીની ચીસો સાંભળીને તેની મોટી બહેન તેને બચાવવા માટે (Kidnapping Case Filed) આવી, પણ એને પણ આરોપીઓ ઊઠાવી ગયા હતા. એનું અપહરણ કરીને બીજે ક્યાંક લઈ ગયા હતા. અહીંના જુરહરા પોલીસ સ્ટેશનમાં સગીર પર સામૂહિક બળાત્કાર અને મોટી બહેનના અપહરણનો કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતાના પરિવારે કમાન ડીએસપી પ્રદીપ યાદવને મળીને આ કેસના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા અપીલ કરી છે.
આ પણ વાંચોઃ કન્હૈયાલાલ હત્યા કેસમાં વધુ એકની ધરપકડ, મુખ્ય આરોપી સાથે આવો રોલ
આવું થયું હતુંઃરાજસ્થાન રાજ્યનો આ મામલો તારીખ 6 ઓગસ્ટનો છે. બપોરે 3.00 વાગ્યાની આસપાસ સગીરા તેની મોટી બહેન સાથે ખેતરમાં પશુનો ચારો લેવા ગઈ હતી. ગામના જ કેટલાક લોકો સફેદ રંગની લક્ઝરી કારમાં સવાર થઈને ત્યાં પહોંચ્યા હતા. હથિયારના જોરે સગીર સાથે સામૂહિક કુકર્મ કરી નાંખ્યું. બાળકીએ અવાજ કરતાં મોટી બહેન નજીકના ખેતરમાં પશુઓનો ચારો ભેગો કરી રહી હતી. તે પણ નાની બહેનને બચાવવા માટે દોડી ગઈ હતી. પણ નરાધમો એને પણ કારમાં ઊઠાવીને બીજે લઈ ગયા હતા. આ કેસમાં પોલીસે કુકર્મ અને અપહરણની કલમ અંતર્ગત કેસ નોંધીને કાયદેસરના પગલાં લીધા છે.
આ પણ વાંચોઃ મુન્દ્રામાંથી ઝડપાયેલા હેરોઈનના કેસમાં ભુજની સ્પેશિયલ કોર્ટે આરોપીના કર્યા રિમાન્ડ મંજૂર
ગામના લોકો પણ દોડ્યાઃઆ પીડિતાનો અવાજ સાંભળીને ગામના કેટલાક લોકો સ્થળ પર પહોંચ્યા હતા. સગીરાને પછી તેના ઘરે લઈ ગયા. યુવતીએ પરિવારના સભ્યોને સમગ્ર મામલાની જાણકારી આપી હતી. એ પછી સંબંધીઓ જુરહરા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કુકર્મ તથા અપહરણનો કેસ નોંધાવ્યો હતો. મંગળવારે પોલીસે ગેંગરેપ પીડિતાની મેડિકલ તપાસ કરાવી હતી.