મુંબઈ:મહારાષ્ટ્રના ભાગોમાં ગણેશ મૂર્તિઓના વિસર્જન(Isolation of Ganesha idols)દરમિયાન વિવિધ ઘટનાઓમાં 20 લોકોના મોત(20 people died)થયા છે, જેમાંથી 14 લોકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. 31 ઓગસ્ટથી શરૂ થયેલો 10 દિવસીય ગણેશઉત્સવ(Ganesh Utsav) શુક્રવારે સમાપ્ત થયો હતો.
લાપરવાહીથી મોતઃમહારાષ્ટ્રના અનેક જિલ્લાઓ જેવા કે, વર્ધા,સાવંગીમાં 3 લોકો ડૂબી ગયા, જ્યારે અન્ય 1 દેવલીમાં ડૂબી ગયા. યવતમાલ જિલ્લામાં મૂર્તિ વિસર્જન માટે ગયેલા 2 લોકો તળાવમાં ડૂબી ગયા હતા. અહેમદનગર જિલ્લાના સુપા અને બેલવંડી ખાતે અલગ-અલગ ઘટનાઓમાં ડૂબી જવાથી 2 લોકોના મોત થયા હતા,જ્યારે અન્ય 2 લોકો ઉત્તર મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં મૃત્યુ પામ્યા હતા. પુણેના ગ્રામીણ વિસ્તારોમાં ધુલે, સતારા અને સોલાપુર શહેરોમાં 1-1 વ્યક્તિનું મોત થયું છે. નાગપુર શહેરના સકરદરા વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન 1 અને માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા.