બેલ્લારી-કર્ણાટકઃકર્ણાટક રાજ્યના બેલ્લારીમાં (House converted into a Ganesha museum) એક પરિવારે પોતાનું આખું ઘર મ્યુઝિયમમાં ફેરવી નાંખ્યું છે. જ્યાં એક વ્યક્તિ છેલ્લા 21 વર્ષથી ગણેશની મૂર્તિઓનું (Ganesha Murthi Collection) ક્લેક્શન કરે છે. આવી ઐતિહાસિક સામગ્રીનો સંગ્રહ કરવા માટે એક પરિવારે પોતાના ઘરને મ્યુઝિયમ (Ganesh Chaturthi 2022) બનાવી દીધુ છે. અહીં 600 થી વધુ ગણેશની મૂર્તિઓ જોવા મળે છે. હા, બેલ્લારીના આદર્શ નગરના રહેવાસી અશોક બચાવત ગણેશની મૂર્તિઓ એકઠી કરી રહ્યા છે.
ઘર છે કે મંગલમૂર્તિનું મ્યુઝિયમ, 600થી વધારે મૂર્તિનું ક્લેક્શન આ પણ વાંચોઃ ગણેશ ચતુર્થીના દિવસે લાડુ ખાવાની સ્પર્ધા યોજાઇ,આ સ્પર્ધામાં રમેશભાઈએ મારી બાજી
21 વર્ષથી મૂર્તિસંગ્રહ: અશોક બચાવત બાળપણથી વિનાયક માટે ખૂબ પ્રેમ અને ભક્તિ ધરાવે છે. તેથી તે છેલ્લા 21 વર્ષથી ગણેશની મૂર્તિઓનું ચિત્રકામ કરે છે. જો કે શરૂઆતમાં તે પરિવારને અજીબ લાગે છે, પરંતુ બાદમાં તેઓ પણ આ કાર્યમાં માહિર બની જાય છે. આજે એમના ઘરે ગણેશજીના મોટાભાગના રૂપની પ્રતિમાંઓ છે. અમુક તો એટલી દુર્લભ છે કે, ક્યારેય જોવા પણ મળતી નથી. છેલ્લા 13 વર્ષમાં મૂર્તિઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી ગઈ છે. ઘરમાં મૂર્તિઓ રાખવાની જગ્યા નથી. ઘરમાં બનાવેલા શોકેસ પણ ભરાયેલા છે. અશોક બચાવતે ખરીદેલી ગણેશની મૂર્તિઓ આખા ઘરમાં એવી રીતે રાખવામાં આવી છે કે, દરેક જગ્યાએથી ગણેશજીના દર્શન થાય. જે દર્શકોનું ધ્યાન આકર્ષિત કરે છે.
આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલે ભારતની પ્રથમ વર્ચ્યુઅલ સ્કૂલ શરૂ કરી
બાપાનું ઘરઃ અશોક બચાવતે વિવિધ ગણેશની મૂર્તિઓ એકત્રિત કરી છે. માટી અને લાકડા ઉપરાંત ધાતુથી બનેલા વિનાયક પણ અહીં છે. શરૂઆતમાં નાની પથ્થર અને કાંસાની મૂર્તિઓ લાવવામાં આવી, બાદમાં પ્લાસ્ટર ઓફ પેરીસ, ચંદન અને કાંસામાંથી બનેલી મૂર્તિઓ એકત્ર કરવામાં આવી. આ ઉપરાંત તેઓ પરવાળા, અખરોટ, છીપ, મોતી, થર્મોકોલ, કાગળ, પિત્તળ, લોખંડ અને ચાંદી સહિતના વિવિધ પ્રકારના ગણેશને પણ ઘરમાં એવી રીતે સજાવ્યા છે જાણે કોઈ ગણેશની મૂર્તિનો શૉ રૂમ હોય. દર વર્ષે ઘણા લોકો ગણેશજીનું સ્થાપન કરે છે પણ આ પરિવાર કાયમી ધોરણે ગણેશને સાચવીને એની ખરા અર્થમાં સેવા કરે છે. લોકો એમના ઘરને હવે ગણેશ મ્યુઝિયમથી ઓળખવા લાગ્યા છે.