ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રતલામ ડિવિઝનમાં બ્લોકને કારણે ગાંધીધામ-ઈન્દોર અને ઈન્દોર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનો રદ્દ કરાઈ - ગાંધીધામ અને ઈન્દોર વેરાવળ એક્સપ્રેસ ટ્રેનો રદ

રતલામ ડિવિઝનમાં બ્લોકને કારણે ગાંધીધામ-ઈન્દોર અને ઈન્દોર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. જાણો ટ્રેનની વિગતો

રતલામ ડિવિઝન
રતલામ ડિવિઝન

By ETV Bharat Gujarati Team

Published : Dec 13, 2023, 5:59 PM IST

પશ્ચિમ રેલવેના રતલામ યાર્ડમાં એ કેબિનથી પ્લેટફોર્મ નંબર 7 સુધી કનેક્ટિવિટી પૂરી પાડવા માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે ગાંધીધામ-ઈન્દોર એક્સપ્રેસ અને ઈન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ ટ્રેનો રદ રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેનો:-
1 25 ડિસેમ્બર, 2023ના રોજ ગાંધીધામથી ઉપડતી ટ્રેન નં. 20935 ગાંધીધામ ઈન્દોર સુપરફાસ્ટ એક્સપ્રેસ
2 24 ડિસેમ્બર, 2023ના રોજ ઈન્દોરથી ઉપડતી ટ્રેન નંબર 20936 ઈન્દોર ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસ
3 19 ડિસેમ્બર, 2023 ના રોજ ઇન્દોરથી ઉપડતી ટ્રેન નંબર 19320 ઇન્દોર વેરાવળ મહામના એક્સપ્રેસ
4 20 ડિસેમ્બર, 2023 ના રોજ વેરાવળથી ઉપડતી ટ્રેન નંબર 19319 વેરાવળ ઇન્દોર મહામના એક્સપ્રેસ
ટ્રેનોના સ્ટોપેજ, સંરચના, રૂટ અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીનેwww.enquiry.indianrail.gov.inની વિઝીટ કરી જોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં છેલ્લા છ દિવસમાં બે ટ્રેનોમાં યાંત્રિક ખામી સર્જાવાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદ-મુંબઈ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં યાંત્રિક ખામી સર્જાતા રેલવે વિભાગ દ્વારા આ ટ્રેનને તાત્કાલિક સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા રેલવે સ્ટેશન નજીક અટકાવી દીધી હતી. જેને લઇને રેલવે વિભાગના અધિકારીઓ તુરત જ સ્થળ પર દોડી ગયા હતા અને બીજું રેલવે એન્જિન લાવવાની કામગીરી હાથ ધરી હતી. ટ્રેનમાં સર્જાયેલ યાંત્રિક ખામીને લઈને ટ્રેનમાં સવાર યાત્રિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ઝડપથી રેલવે વ્યવહાર શરૂ થાય તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પહેલા અમદાવાદથી મુંબઈ તરફ મુસાફરો ભરી જતી બિકાનેર - બાંદ્વા એક્સ્પ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી. તે દરમિયાન ટ્રેનમાં પણ યાત્રિક ખામી સર્જાઈ હતી.

  1. કોસંબા રેલવે સ્ટેશન નજીક શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં યાંત્રિક ખામી સર્જાતા ટ્રેનને તાત્કાલિક અટકાવાઈ
  2. સુરતના કોસંબા પાસે ખોટકાઈ બિકાનેર-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન, રેલવે તંત્ર થયું દોડતું

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details