ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Gambhir again gets threat from Pakistan: ગંભીરને ફરી પાકિસ્તાન તરફથી મળી ધમકી, કાશ્મીર પર રાજનીતિ ન કરવાની સૂચના - For the third time, Gambhir was threatened by e-mail

ભાજપના સાંસદ ગૌતમ ગંભીરને (BJP MP Gautam Gambhir) ફરી એકવાર જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. ગંભીરને (For the third time, Gambhir was threatened by e-mail) આ ત્રીજી વાર ઈ-મેલ દ્વારા ધમકી આપવામાં આવી છે. આ ધમકીઓ બાદ દિલ્હી પોલીસે તેના ઘરે સુરક્ષા વધારી દીધી છે. તેમની સુરક્ષા માટે પણ ખાસ કાળજી રાખવામાં આવી રહી છે.

Gambhir again gets threat from Pakistan: ગંભીરને ફરી પાકિસ્તાન તરફથી મળી ધમકી, કાશ્મીર પર રાજનીતિ ન કરવાની સૂચના
Gambhir again gets threat from Pakistan: ગંભીરને ફરી પાકિસ્તાન તરફથી મળી ધમકી, કાશ્મીર પર રાજનીતિ ન કરવાની સૂચના

By

Published : Nov 28, 2021, 1:43 PM IST

  • ગૌતમ ગંભીરને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી
  • ધમકીઓ બાદ દિલ્હી પોલીસે તેના ઘરે સુરક્ષા વધારી
  • મેઈલ દ્વારા ધમકી આપવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યું

નવી દિલ્હીઃપૂર્વ દિલ્હીના ભાજપના સાંસદગૌતમ ગંભીરને (BJP MP Gautam Gambhir) મેઈલ દ્વારા ધમકી આપવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યું. શનિવારે ફરી એકવાર તેને મેઈલ મોકલીને ધમકી આપવામાં આવી છે. પાકિસ્તાનના કરાંચીથી મોકલવામાં આવેલા આ મેલમાં સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ DCP શ્વેતા ચૌહાણનું (Central District DCP Shweta Chauhan) નામ પણ લખવામાં આવ્યું છે. મેલમાં લખવામાં આવ્યું છે કે સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ DCP શ્વેતા ચૌહાણ (Central District DCP Shweta Chauhan) પણ તેને બચાવી શકશે નહીં. સાંસદ તરફથી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરને મેલ મોકલીને જાનથી મારી નાખવાની ધમકી

મળતી માહિતી મુજબ 23 નવેમ્બરના રોજ પૂર્વ દિલ્હીના સાંસદગૌતમ ગંભીરને એક મેલ મોકલીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી ISIS કાશ્મીર નામથી બનાવેલ ઈમેલ આઈડી પરથી આપવામાં આવી છે. તેણે આ અંગે મધ્ય જિલ્લા DCPને ફરિયાદ કરી હતી. બીજા જ દિવસે બપોરે ફરી એકવાર તેના મેઈલ પર ધમકી મળી હતી. આ મેઈલ સાથે તેના ઘરનો છ સેકન્ડનો વીડિયો પણ મોકલવામાં આવ્યો હતો. મેલમાં લખવામાં આવ્યું હતું કે, તેઓ 23 નવેમ્બરે ગૌતમ ગંભીરને મારવા માંગતા હતા પરંતુ તે બચી ગયા હતા.

આ પણ વાંચો:ભાજપ નેતા ગૌતમના કેજરીવાલ પર 'ગંભીર' પ્રહાર

દિલ્હી પોલીસની ટીમે તપાસ કરી

જ્યારે દિલ્હી પોલીસની ટીમે આ મામલે તપાસ કરી તો ખબર પડી કે, આ મેલ પાકિસ્તાનના કરાચીથી મોકલવામાં આવ્યો છે. આ ઈમેલ આઈડી થોડા દિવસો પહેલા જ બનાવવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન શનિવારે ફરી એકવાર પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને વધુ એક મેલ મોકલીને ધમકી આપવામાં આવી છે.

મેલમાં લખવામાં આવ્યું

આ મેલમાં લખવામાં આવ્યું છે કે, તેમણે કાશ્મીરને લઈને રાજનીતિ ન કરવી જોઈએ. તેણે આ ઈમેલ અંગે દિલ્હી પોલીસને જાણ કરી છે. પોલીસનું કહેવું છે કે, તેઓ હાલ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે.આ ધમકીઓને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ પોલીસે તેમના ઘરની સુરક્ષા વધારી દીધી છે. PCRની સાથે સ્થાનિક પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે. સાથે જ તેમની સુરક્ષા માટે પણ ખાસ કાળજી રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો:ગૌતમ ગંભીર પૂર્વ દિલ્હીથી જીતની ઓપનિંગ કરશે: યોગી

ABOUT THE AUTHOR

...view details