ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Mission Gaganyaan: મિશન ગગનયાનનું સફળ લોન્ચિંગ, જાણો શું છે આ મિશનનો હેતુ - મિશન ગગનયાનના પરીક્ષણનું કાઉન્ટડાઉન શરૂ

ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવાના મહત્વાકાંક્ષી મિશન તરફ ભારત પગલાં લઈ રહ્યું છે. આજે ઈસરો દ્વારા માનવરહિત ફ્લાઇટનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જો કે અગાઉ અનિવાર્ય કારણોસર તેને બે વાર અટકાવી દેવામાં આવ્યું હતું.

Mission Gaganyaan
Mission Gaganyaan

By ETV Bharat Gujarati Team

Published : Oct 21, 2023, 6:57 AM IST

Updated : Oct 21, 2023, 1:04 PM IST

શ્રીહરિકોટા: ઈસરોએ શનિવારે સ્પેસપોર્ટના પ્રથમ લોન્ચ પેડ પરથી ક્રૂ મોડ્યુલ અને ક્રૂ એસ્કેપ સિસ્ટમથી સજ્જ સિંગલ-સ્ટેજ લિક્વિડ પ્રોપલ્શન રોકેટ લોન્ચ કર્યું. અગાઉ, ISRO એટલે કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ તેના મહત્વાકાંક્ષી ગગનયાન મિશન માટે લોન્ચિંગ માત્ર પાંચ સેકન્ડ પહેલા જ રદ કરી દીધું હતું. જે બાદમાં આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC)થી સવારે 10 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું.

સફળ લોન્ચિંગ પર ઈસરોના વડા એસ. સોમનાથે કહ્યું,"ગગનયાન TV-D1 મિશનની સફળતાની જાહેરાત કરતાં મને ખૂબ જ આનંદ થાય છે. અગાઉ લોન્ચિંગ દરમિયાન એન્જિનમાં આગ સળગી ન હતી, જેના કારણે લોન્ચિંગ અટકાવવી પડી હતી. ઓટોમેટિક લોંચ સિક્વન્સનું મોનિટરિંગ કરતા ગ્રાઉન્ડ કોમ્પ્યુટર્સે એન્જીન ઇગ્નીશન પ્રક્રિયામાં ખામી શોધી કાઢ્યા બાદ લોંચને રોકી દીધું હતું. ISRO હવે નવા પ્રક્ષેપણ સમયપત્રક પર નિર્ણય લેતા પહેલા સમગ્ર ઘટનાનું વિશ્લેષણ કરશે. બધાની નજર પરીક્ષણ વાહનના લોન્ચિંગ પર હતી, જે હવામાનની સ્થિતિને કારણે શનિવારે સવારે બે વાર મોકૂફ રાખવી પડી હતી. બાદમાં 10 વાગ્યે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આ લોન્ચિંગ આપણને ભારતના પ્રથમ માનવ અવકાશ ઉડાન, ગગનયાનને સાકાર કરવાની એક ડગલું નજીક લઈ જશે. વૈજ્ઞાનિકોને મારી શુભેચ્છાઓ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ભારતના અત્યંત મહત્ત્વકાંક્ષી હ્યુમન સ્પેસ મિશન ગગનયાનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટના સફળ લોન્ચિંગ બદલ isroને ખૂબ-ખૂબ અભિનંદન. ચંદ્રયાન, આદિત્ય-L1 સહિત અનેક સ્પેસ મિશનને સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ હવે ગગનયાન મિશનની પણ પૂર્ણ સફળતા માટે હૃદયથી શુભકામનાઓ.

ગગનયાન મિશનનો હેતુ: પરીક્ષણ વાહન મિશનનો ઉદ્દેશ્ય ગગનયાન મિશનમાં ભારતીય અવકાશયાત્રીઓને પૃથ્વી પર પરત લાવવા માટે ક્રૂ મોડ્યુલ અને ક્રૂ એસ્કેપ સિસ્ટમની સલામતીનો અભ્યાસ કરવાનો છે. ત્રણ દિવસના મિશન માટે પૃથ્વીની ભ્રમણકક્ષાની બહાર 400 કિમી દૂર અવકાશમાં માનવ મોકલવાનો અને તેમને સુરક્ષિત રીતે પાછા લાવવાનો છે. ઈસરો આ મહત્વની યોજનાને 2025માં લાગુ કરવાની યોજના બનાવી રહ્યું છે. શનિવારે, ISROએ તેના પરીક્ષણ વાહન - પ્રદર્શન (TV-D1 સિંગલ સ્ટેજ લિક્વિડ પ્રોપલ્શન રોકેટ)નું સફળ પ્રક્ષેપણ કર્યું.

માનવ મિશન માટે પાયો નખાશે:ISROએ કહ્યું કે આ પરીક્ષણ ફ્લાઇટની સફળતા બાકીના પરીક્ષણો અને માનવ મિશન માટે પાયો નાખશે, જે પ્રથમ ગગનયાન કાર્યક્રમ શરૂ કરશે. 'ક્રુ મોડ્યુલ' એ રોકેટમાં પેલોડ છે, અને તે પૃથ્વી જેવા વાતાવરણ સાથે અવકાશમાં અવકાશયાત્રીઓ માટે રહેવા યોગ્ય જગ્યા છે. તેમાં દબાણયુક્ત ધાતુનું 'આંતરિક માળખું' અને થર્મલ પ્રોટેક્શન સિસ્ટમ્સ સાથેનું દબાણ વિનાનું 'બાહ્ય માળખું' હોય છે. શનિવારે પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન, 'ક્રુ મોડ્યુલ'માં વિવિધ પ્રણાલીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે ડેટા મેળવવામાં આવશે. જે વૈજ્ઞાનિકોને મિશનના પ્રદર્શન વિશે માહિતી મેળવવામાં મદદ કરશે.

17 કિમીની ઊંચાઈએ લોન્ચિંગ:શનિવારે આખો ટેસ્ટ ફ્લાઇટ પ્રોગ્રામ ટૂંકી રહેવાની ધારણા છે કારણ કે 'ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન' (TV-D1) ક્રૂ એસ્કેપ સિસ્ટમ અને ક્રૂ મોડ્યુલને 17 કિમીની ઊંચાઈએ લોન્ચ કરશે. તે શ્રીહરિકોટાથી લગભગ 10 કિમી દૂર દરિયામાં સુરક્ષિત રીતે ઉતરે તેવી અપેક્ષા છે. બાદમાં બંગાળની ખાડીમાંથી નૌકાદળ દ્વારા તેમની શોધ અને બચાવ કરવામાં આવશે.

  1. Gaganyaan: શું છે ગગનયાન મિશન, શું ભારતનું પણ પોતાનું સ્પેસ સ્ટેશન હશે, જાણો
  2. Mission Gaganyaan: '2040 સુધીમાં ચંદ્ર પર પ્રથમ ભારતીય મોકલવાનું ભારતનું લક્ષ્ય': PM મોદી
Last Updated : Oct 21, 2023, 1:04 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details