G-20 સમિટને લઈને શહેરની સજાવટ માટે લગાવેલા કુંડાઓની ચોરી કરનાર ચોરની પોલીસે ધરપકડ કરી ગુરુગ્રામ: G-20 સમિટને લઈને શહેરની સજાવટ માટે લગાવેલા કુંડાઓની ચોરી કરનાર ચોરની પોલીસે ધરપકડ કરી છે. આ ચોર સામાન્ય નથી, પરંતુ કરોડપતિ છે. તેની લક્ઝરી કારમાં G-20 સમિટને ધ્યાનમાં રાખીને લગાવેલા ફૂલના કુંડાઓની ચોરી કરી રહ્યો હતો. જ્યારે ઘટનાનો વીડિયો સામે આવ્યો ત્યારે પોલીસે તેની ઓળખ કરી અને આરોપીની ધરપકડ કરી.
લક્ઝરી કારમાં G-20 સમિટને ધ્યાનમાં રાખીને લગાવેલા ફૂલના કુંડાઓની ચોરી લક્ઝુરિયસ કાર અને ફૂલના કુંડા જપ્ત:પોલીસે ચોરાયેલી લક્ઝુરિયસ કાર અને ફૂલના કુંડા જપ્ત કર્યા છે. પોલીસ તેના બીજા સાથીદારને શોધી રહી છે. મળતી માહિતી મુજબ ગુરુગ્રામ પોલીસે મનમોહનની ફૂલના કુંડાઓ ચોરવાના આરોપમાં ધરપકડ કરી છે. આરોપીની ઓળખ કર્યા પછી પોલીસે તેના ઘરે દરોડો પાડ્યો અને ત્યાં રાખેલા ચોરાયેલા કુંડાઓ પરત મેળવ્યા. પોલીસે કુંડા ચોરીની ઘટનાને અંજામ આપવા માટે વપરાયેલી લક્ઝરી કાર પણ કબજે કરી છે. પોલીસે આરોપી મનમોહનને કોર્ટમાં રજૂ કર્યો, જ્યાંથી તેને જામીન મળી ગયા.
આ પણ વાંચો:Rajkot Crime : ગાંજાનો સ્ટોક મહિલાને ડિલિવર થાય એ પહેલા જ શખ્સો ઝડપાયા, રીક્ષામાં થતી હેરાફેરી
ફૂલના કુંડાઓની ચોરી: ઉલ્લેખનીય છે કે G-20 સમિટ ગુરુગ્રામમાં 1 માર્ચથી 4 માર્ચ દરમિયાન યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્રે શહેરને શણગારવા માટે ઘણી જગ્યાએ ફૂલો અને છોડ રોપ્યા છે. જે અંતર્ગત શંકર ચોકમાં ફૂલના કુંડા પણ લગાવવામાં આવ્યા હતા. મનમોહન તેના એક સાથી સાથે કારમાં અહીં પહોંચ્યો હતો અને અહીં વાવેલા ફૂલના કુંડાઓની ચોરી કરી હતી.
વીડિયો વાયરલ: આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી અને આરોપીની ધરપકડ કરી. આરોપી મનમોહનને DLF ફેઝ 3 પોલીસ સ્ટેશનમાંથી જામીન મળ્યા છે. ગુરુગ્રામ પોલીસે આરોપી મનમોહનની પૂછપરછ કરી છે. જેથી તેના અન્ય સાથી વિશે માહિતી મેળવી શકાય. પોલીસે દાવો કર્યો છે કે ગુરુગ્રામમાં ફૂલના કુંડાઓની ચોરીના કેસમાં બીજા આરોપીની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચો:ATM Fraud: ખોટી નોટ આવી ગઈ હોવાનું કહી, ATM કાર્ડ બદલી 2 લાખ ખંખેર્યા
ફૂલના કુંડાઓથી સજાવટ:ગુરુગ્રામમાં યોજાનારી G-20 સમિટ ચાર દિવસ સુધી ચાલશે. આ સમિટને ધ્યાનમાં રાખીને શહેરને ફૂલના કુંડાઓથી શણગારવામાં આવ્યું હતું. એક રાહદારીએ બનાવેલા વીડિયોમાં મનમોહન ગુરુગ્રામના શંકર ચોકમાંથી ફૂલના કુંડા ચોરતા પકડાયો હતો. આ ચોરીમાં અન્ય એક વ્યક્તિ પણ તેની મદદ કરી રહ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે બંને આરોપીઓએ દિવસના અજવાળામાં ફૂલના કુંડાઓની ચોરી કરી હતી. આ અંગે પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.