ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Reliance Industries News: નાણાંકિય વર્ષ 2022-23 દરમિયાન કુલ 1.67 લાખ કર્મચારીઓએ RIL અને JIOમાંથી આપ્યું રાજીનામુ - રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ

નાણાંકીય વર્ષ 2022-23 દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી 1.67 લાખ કર્મચારીઓએ પોતાની મરજીથી રાજીનામુ આપ્યું છે. જેમાં જીયોના 41000, રિલાયન્સ રિટેલના 1 લાખથી વધુ કર્મચારીઓનો સમાવશ થાય છે. કેટલા કર્મચારીઓને અપાઈ હતી નોકરી, કેટલા કર્મચારીઓએ આપ્યું રાજીનામુ અને કેમ છોડી નોકરી વાંચો તમામ માહિતી

RILનો વાર્ષિક એમ્પ્લોયમેન્ટ રીપોર્ટ
RILનો વાર્ષિક એમ્પ્લોયમેન્ટ રીપોર્ટ

By

Published : Aug 9, 2023, 6:25 PM IST

નવી દિલ્હીઃરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)માં નાણાંકીય વર્ષ 2022-23 દરમિયાન રાજીનામુ આપીને નોકરી છોડવાની સંખ્યા લાખો પર પહોંચી ગઈ છે. જીયમાંથી 41,000 કર્મચારીઓ અને રિલાયન્સ રિટેલમાં 1 લાખથી વધુ કર્મચારીઓએ રાજીનામુ આપીને નોકરી છોડી દીધી છે. કંપનીના વાર્ષિક રીપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. રીપોર્ટ મુજબ ગયા વર્ષની સરખામણીમાં નોકરી છોડનાર કર્મચારીઓની સંખ્યામાં 64.8 ટકાની વૃદ્ધિ થઈ છે.

રાજીનામાના મુખ્ય કારણોઃઆટલી સંખ્યામાં નોકરી છોડવા પાછળના મુખ્ય કારણોમાં RILમાં થયેલી કાર્યપદ્ધતિના અનેક પરિવર્તનથી ઘણા કર્મચારીઓ પોતાને સોંપવામાં આવતી ડ્યૂટીથી નાખુશ હતા. તેમજ અનેક કર્મચારીઓ અન્ય પોસ્ટ ઈચ્છતા હતા. આવા કર્મચારીઓએ કંપનીને અલવિદા કહી દીધું. તદઉપરાંત દેશમાં રિટેલ અને વધતા જતા હાયરિંગનો ફાયદો લેવા માટે પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ કંપની છોડવાનો નિર્ણય લીધો હોઈ શકે છે.

RIL દ્વારા રિટેલ ક્ષેત્રમાં અનેક સંપાદન કરવાને લીધે અનેક કાર્ય-ફરજોમાં ઓવરલેપ થતું જોવા મળ્યું. કેટલાક અધિકારીઓએ અન્ય જવાબદારીઓ લેવાનો ફેંસલો કર્યો, જ્યારે અન્ય કેટલાક કર્મચારીઓએ અન્ય ઉદ્યોગમાં જોડાવા માટે કંપની છોડી દીધી...અધિકારી (રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ)

2 લાખથી વધુને અપાઈ છે નોકરીઃ નાણાંકીય વર્ષ 2022-23 દરમિયાન 1,67,391 કર્મચારીઓએ RIL છોડવાનો નિર્ણય કર્યો. જેમાં રિટેલ ડિવિઝનના 1,19,229 અને જિયોમાંથી 41,818 કર્મચારીઓએ રાજીનામુ આપ્યું. રિલાયન્સમાં રાજીનામુ આપવાની સાથે સાથે અનેક ઉમેદવારોએની ભરતી પણ થઈ છે. રિલાયન્સે આ નાણાકીય વર્ષમાં 2,62,558 ઉમેદવારોને નોકરી આપી છે. જે ઈન્ડસ્ટ્રીના અલગ અલગ વિભાગોમાં કાર્ય કરે છે.

RILની સ્ટ્રેટેજીઃ રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે RILની એક સ્ટ્રેટેજી રહી છે જેમાં અંડર પર્ફોર્મિંગ એમ્પ્લોઈઝને નોકરીમાંથી હટાવીને વધુ સક્ષમ એમ્પ્લોઈઝને નોકરી આપીને કંપનીની કાર્યક્ષમતા વધારે છે.

  1. મુકેશ અંબાણીએ RILના કર્મચારીઓને ‘ફ્રન્ટલાઇન વોરિયર્સ’ ગણાવ્યા
  2. Jio મોડેલ અપનાવવા વિશ્વની ટેલિકોમ કંપનીઓને અમેરિકી સાયબર નિષ્ણાતની સલાહ

ABOUT THE AUTHOR

...view details