ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Petrol Diesel Price: પેટ્રોલ અને ડીઝલના કિંમતોમાં વધારો, જાણો કેટલો થયો ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Price) આસમાને છે. આ દરમિયાન ફરી એકવાર ભાવમાં વધારો થયો છે. મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અચાનક વધારો કરવામાં આવ્યો છે. સરકારે કુલ 137 દિવસ બાદ તેની કિંમતોમાં વધારો કર્યો છે.

Petrol Diesel Price
Petrol DiesePetrol Diesel Pricel Price

By

Published : Mar 22, 2022, 8:36 AM IST

નવી દિલ્હીઃઆજે (મંગળવારે) 137 દિવસ બાદ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અચાનક વધારો (Petrol Diesel Price) કરવામાં આવ્યો છે. ઈંધણના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો થયો છે. આજથી નવા દરો લાગુ કરવામાં આવ્યા છે. મંગળવારથી અમદાવાદમાં પેટ્રોલનો ભાવ (Petrol Diesel Ahmedabad) 95.91 થઈ ગયો છે, જ્યારે ડિઝલમાં રૂપિયા 89.91 નોંધાઈ છે.

આ પણ વાંચો :આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાચાંદીની ચમક ઓછી થઈ

પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને :ફરી એકવાર ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અચાનક વધારો કરવામાં આવ્યો છે. સરકારે કુલ 137 દિવસ બાદ તેની કિંમતોમાં વધારો કર્યો છે. હવે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ માટે 96.21 રૂપિયા/લિટર ચૂકવવા પડશે જ્યારે ડીઝલ માટે 87.47 રૂપિયા/લિટર ચૂકવવા પડશે.

આ પણ વાંચો :રશિયા યુક્રેન યુદ્ધથી વૈશ્વિક અર્થવ્યવસ્થા પર મંદીનો ખતરો, વિશ્વભરમાં વધશે મોંઘવારી

પેટ્રોલનો ભાવ 110 ને પાર : મુંબઈમાં એક લિટર ડીઝલની કિંમત 95.00 રૂપિયા, જ્યારે એક લિટર પેટ્રોલ 110.82 રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, કોલકાતામાં એક લિટર ડીઝલની કિંમત 90.62 રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, પેટ્રોલની કિંમત હવે 105.51 રૂપિયા પર પહોંચી ગઈ છે. ચેન્નાઈમાં તમારે એક લિટર ડીઝલ માટે 92.19 રૂપિયા ચૂકવવા પડશે. તે જ સમયે, પેટ્રોલની કિંમત 102.16 રૂપિયા થઈ ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details