મૈસુર: ઘણી વખત સાવ સામાન્ય કહી શકાય એવા કારણોસર યુવા વર્ગ એવું પગલું ભરી બેસે છે જેના કારણે ભોગવવાનો વારો પરિવારજનોનો (Parmanatant Loss of person) આવે છે. ક્યારેક નાસીપાસ થવાને કારણે તો ક્યારેક ધાર્યુ ન થવાને કારણે આત્મહત્યાનું (Suicide Case in Karnataka) પગલું ભરી બેસે છે. આવી જ એક ઘટના કર્ણાટકના મૈસુરમાંથી સામે આવી છે. જેમાં એક યુવતીએ પોતાના વાળની સમસ્યાથી (Issue of Hair) કંટાળી આત્મહત્યા કરી લીધી છે. મૈસુરના રાઘવેન્દ્ર એક્સટેન્શનમાં એક ઘટના બની હતી. જ્યાં એક યુવતીએ વાળની સમસ્યાથી કંટાળીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
આ પણ વાંચો:પોલીસ ટીમને મહિલાઓએ લાકડીઓ વડે માર માર્યો, જુઓ વીડિયો...
આવી હતી પરેશાની:આત્મહત્યા કરનાર યુવતીની ઓળખ કાવ્યાશ્રી (ઉ.વ.21) તરીકે થઈ છે. કોઈ પણ યુવતીને એના વાળ ખૂબ પ્રિય હોય છે. આ માટે યુવતીઓ ઘણું ખરૂ કરતી હોય છે. જેના કારણે વાળ સારા અને સ્વસ્થ રહે. આ કેસમાં યુવતીને વાળ ખરવાની સમસ્યા હતી. ઘણી સારવાર કરવા છતાં કોઈ ફેર ન પડ્યો. એવું પણ કહેવાય છે કે તે વાળને લઈને છેલ્લા ઘણા સમયથી ખૂબ જ પરેશાન હતી. કારણ કે તેના વાળ સંપૂર્ણપણે ખરી ગયા હતા.
આ પણ વાંચો:300થી વધુ ગેસના બાટલાને રીફિંલિંગ કરવાના કૌભાંડનો પર્દાફાશ,આટલા ભાવે થતો ધંધો
આવું પગલું ભર્યું:વાળ ન હોવાને કારણે તે યોગ્ય દેખાતી નથી, પોતાના લુક્સને કારણે તે મનથી પીડિત રહેતી હતી. એક દિવસ તેણે મોકો જોઈને એવું પગલું ભરી લીધું કે, પરિવારજનોને કાયમી એની ખોટ પડી ગઈ. એક દિવસ જ્યારે કાવ્યાશ્રી એકલી હતી. ત્યારે કાવ્યશ્રીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે નઝરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એમના પરિવારજની પૂછપરછ કરી છે. જ્યારે એમના મૃતદેહને પોસ્ટમોર્ટમ હેતું ખસેડ્યો છે.