રાયગઢ/સારનગઢ: બિલાઈગઢના નવા બનેલા જીલ્લા સારનગઢની સરિયા નગર પંચાયતમાં મંગળવારે સાંજે એક વ્યક્તિએ તેની ટેરેસ પર પાકિસ્તાની ધ્વજ ફરકાવ્યો (Pakistani flag hoisting in Raigarh ) હતો. જે પછી ધીમે ધીમે આ સમાચાર આખા શહેરમાં આગની જેમ ફેલાઈ ગયા હતા. આરોપી સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ધ્વજ લહેરાવનાર વ્યક્તિની ધરપકડ (fruit seller hoisted Pakistani flag on roof ) કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે, આરોપીના ઘરેથી પાકિસ્તાની ઝંડો નીકળ્યો છે, પરંતુ આરોપી તેને ઈસ્લામિક ધ્વજ ગણાવી રહ્યો છે.
ઘરની છત પર લહેરાવ્યો પાકિસ્તાની ધ્વજઃમળતી માહિતી મુજબ સરિયામાં રહેતા એક વ્યક્તિના ઘરે પાકિસ્તાની ઝંડો લગાવવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. જેથી શહેરના પ્રબુદ્ધ લોકોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. આરોપી પર સામાજિક સમરસતા બગાડવાનો આરોપ છે. પાકિસ્તાની રાષ્ટ્રધ્વજની ફરિયાદ પર પોલીસ આરોપીના ઘરે પહોંચી અને ધ્વજને ટેરેસ પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ વિસ્તારના અમુક વર્ગના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ કેસની તપાસમાં વ્યસ્ત છે.