ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહાર: રસીકરણનું પ્રમાણપત્ર આપ્યા પછી જ ફ્રન્ટલાઈન કામદારોને પગાર મળશે - ગયાના ફ્રન્ટલાઈન કામદારો

ગયા જિલ્લાના ફ્રન્ટલાઈન કામદારો અને આરોગ્ય કર્મચારીઓએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. પરંતુ તે રસીનો બીજો ડોઝ લેવામાં રસ દાખવતા ન હતા. આ કારણે પ્રભારી ડી. એમ. સુમન કુમારે એક પત્ર જાહેર કરીને જણાવ્યું હતું કે, કોરોના રસીનો બીજો ડોઝ લીધાનું પ્રમાણપત્ર આપ્યા પછી જ પગાર ચૂકવવામાં આવશે.

Corona vaccination
Corona vaccination

By

Published : Apr 22, 2021, 1:03 PM IST

  • ગયામાં રસીકરણનું પ્રમાણપત્ર આપ્યા પછી જ ફ્રન્ટલાઈન કામદારોને પગાર મળશે
  • કોરોના રસીનો બીજો ડોઝ લીધાનું પ્રમાણપત્ર આપ્યા પછી જ પગાર મળશે
  • પ્રભારી ડી. એમ. સુમન કુમારે એક પત્ર જાહેર કર્યો હતો

ગયા: બિહારના ગયા જિલ્લામાં કોરોના રસીકરણ અંગે જિલ્લા વહીવટીતંત્રએ પત્ર દ્વારા એક જાહેરનામું બહાર પાડ્યું છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોના રસીનો બીજો ડોઝ લીધાનું પ્રમાણપત્ર જમા કર્યા પછી જ આરોગ્ય કાર્યકર અને ફ્રન્ટલાઈન કામદારોને પગાર મળશે.

આ પણ વાંચો :IIT બિહટામાં 15 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા

પ્રથમ ડોઝ લેવાનું પ્રમાણપત્ર જમા કર્યા પછી જ માર્ચ મહિનાનો પગાર લીધો હતો

અહીં નોંધપાત્ર વાત એ છે કે, જિલ્લા વહીવટીતંત્રએ આ જાહેરનામું બહાર પાડ્યું હતું. કારણ કે ફ્રન્ટલાઈન કામદારોએ પહેલો ડોઝ લીધો છે. પરંતુ બીજો ડોઝ લેવામાં રસ દાખવતા નથી. ગયામાં ઘણા આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કામદારો છે. જેમણે પ્રથમ ડોઝ લેવાનું પ્રમાણપત્ર જમા કર્યા પછી જ માર્ચ મહિનાનો પગાર લીધો હતો.

પત્ર

આ પણ વાંચો :બિહાર: હોળી બાદ 'કરો અથવા મરો' જેવી પરિસ્થિતિ, તેજસ્વીએ નીતીશકુમારની વધારી ચિંતા

રસીનો બીજો ડોઝ લેવામાં રસ નથી

જિલ્લા વહીવટીતંત્રએ પહેલેથી જ સૂચના આપી હતી કે, જિલ્લાના ફ્રન્ટલાઈન કામદારો અને આરોગ્ય કર્મચારીઓએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધા પછી બીજો ડોઝ લેવો ફરજિયાત છે. માર્ચ મહિનાનો પગાર બીજો ડોઝ લીધાનું પ્રમાણપત્ર રજૂ કર્યા પછી જ ચૂકવવામાં આવશે. પરંતુ ઘણા કામદારો એવા છે. જેમને બીજો ડોઝ લેવા માટે રસ નથી. જેના કારણે પ્રભારી ડી. એમ. સુમન કુમારે આ આદેશ જાહેર કર્યો છે. 20 એપ્રિલે ગયા જિલ્લા વહીવટીતંત્રએ એક પત્ર જાહેર કરીને જણાવ્યું હતું કે, હવે કોરોના રસીનો બીજો ડોઝ લેવાનું પ્રમાણપત્ર રજૂ કર્યા પછી જ હવે પછીના મહિનાનો પગાર ફ્રન્ટલાઈન કામદારો અને આરોગ્ય કર્મચારીઓને ચૂકવવામાં આવશે. પ્રભારી ડી. એમ. એ આ પત્રની પુષ્ટિ કરી છે.

ABOUT THE AUTHOR

...view details