ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આ મહિનાથી દિલ્હી અને આસપાસના વિસ્તારમાં 35 ટ્રેન ફરી શરૂ કરાશે

લાંબા સમયના અંતર બાદ લોકલ પેસેન્જર ટ્રેનનું સંચાલન શરૂ થઈ રહ્યું છે. ઉત્તર રેલવેએ 35 ટ્રેનની શરૂઆતથી સંચાલની શરૂઆત કરી છે. કઈ કઈ ટ્રેન આમાં સામેલ છે જુઓ આ અહેવાલમાં.

By

Published : Feb 17, 2021, 9:34 AM IST

આ મહિનાથી દિલ્હી અને આસપાસના વિસ્તારમાં 35 ટ્રેન ફરી શરૂ કરાશે
આ મહિનાથી દિલ્હી અને આસપાસના વિસ્તારમાં 35 ટ્રેન ફરી શરૂ કરાશે

  • ફેબ્રુઆરીથી ટ્રેન શરૂ થતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ
  • લોકડાઉન પછી ફરી લોકલ પેસેન્જર ટ્રેનનું સંચાલન શરૂ થશે
  • દિલ્હી અને આસપાસના વિસ્તારમાં 35 ટ્રેન શરૂ થશે

નવી દિલ્હીઃ કોરોના મહામારીના કારણે દેશવ્યાપી લોકડાઉન પછી એક વાર ફરી લોકલ પેસેન્જર ટ્રેનનું સંચાલન શરૂ થઈ રહ્યું છે. ઉત્તર રેલવેએ દિલ્હી અને આસપાસના વિસ્તાર માટે 35 ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આગામી 22 તારીખથી આ ટ્રેન શરૂ થઈ જશે અને ટ્રેનની સંખ્યામાં આગામી દિવસોમાં વધારો થઈ શકશે.

સુરક્ષા અને સગવડતાની વ્યવસ્થા

ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી દિપક કુમારે આપેલી માહિતી અનુસાર, લાંબા અંતર બાદ બંધ પડેલી આ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. કોરોના સંબંધી તમામ શરતના પાલન કરી પ્રવાસીઓ આ ટ્રેનમાં યાત્રા કરી શકશે. તેમની સુરક્ષા અને સગવડતાની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

કઈ કઈ ટ્રેન શરૂ થશે જુઓ...

લૉકડાઉન પછી ફરી લોકલ પેસેન્જર ટ્રેનનું સંચાલન શરૂ થશે

ફેબ્રુઆરીથી ટ્રેન શરૂ થશે

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી પછી ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી, જેનાથી લોકલ ટ્રેનમાં યાત્રા કરતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જોકે, હવે ફેબ્રુઆરીથી આ ટ્રેન શરૂ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details