ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતમાં કોરોના સંક્રમણ, જાણો કયા કયા દેશોએ કોરોના મહામારી સામે લડવા ભારતને કરી સહાય - દેશમાં કોરોના વાઇરસ કેસ

US, UK, રશિયા જેવી મહાસત્તાઓથી માંડીને ઇટાલી, ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ અને બહેરીન તથા કુવૈત સુધીના દેશો ભારતને કોરોના મહામારી સામે સતત સહાય કરી રહ્યા છે. દેશની કથળેલી આરોગ્ય સેવાઓથી થયેલા નુકસાનમાં પણ આ સહાયને કારણે આંશિક રાહત મળવા પામી છે.

કોરોના સામે વિશ્વ આવ્યું મદદે, જાણો કયા કયા દેશોએ કોરોના મહામારી સામે લડવા ભારતને કરી સહાય
કોરોના સામે વિશ્વ આવ્યું મદદે, જાણો કયા કયા દેશોએ કોરોના મહામારી સામે લડવા ભારતને કરી સહાય

By

Published : May 7, 2021, 7:58 PM IST

કોરોના મહામારી સામે ભારતને કુલ 40 દેશો સહાય કરી રહ્યા છે.

કોવિશિલ્ડ રસીની બનાવટ માટેનું રો મટીરીયલ અમેરિકાથી નિકાસ થાય છે.

રશિયા, ફ્રાન્સથી બહેરીન, કુવૈત જેવા દેશોએ કરી ભારતને મદદ

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ મહામારીની બીજી લહેર સામે ભારત ઝઝૂમી રહ્યું છે. ત્યારે કુલ 40 જેટલા દેશો મહામારી સામેની આ લડતમાં ભારતની વહારે આવ્યા છે. કોવિશિલ્ડ રસીની બનાવટ માટેના રો મટીરીયલની નિકાસ પરનો પ્રતિબંધ અમેરિકાએ હટાવી લેતા અત્યાર સુધીમાં 6 જેટલા શિપમેન્ટ મોકલી ઓક્સિજન સિલિન્ડર, દવાઓ, માસ્ક વગેરે જેવી અનેક સહાય મોકલી છે. બુધવારે 2.8 લાખ જેટલી કોરોના સહાય ભારતને મળી હતી ઉપરાંત 81,000 જેટલા રેમડેસિવિર ઇન્જેક્શન જથ્થો મુંબઈ પહોંચ્યો હતો.

UK

યુનાઈટેડ કિંગડમ દ્વારા ભારતને ગત 27 એપ્રિલે 100 વેન્ટિલેટર, 95 ઓક્સિજન કોન્સંન્ટ્રેટર, 29 એપ્રિલે 120 ઓક્સિજન કોન્સંન્ટ્રેટર, 30 એપ્રિલે 200 ઓક્સિજન કોન્સંન્ટ્રેટર, 3 મે એ 60 વેન્ટિલેટર, 723 ઓક્સિજન કોન્સંન્ટ્રેટર, 46 લિટર કેપેસીટીના 900 સિલિન્ડર મોકલાવવામાં આવ્યા છે. વડાપ્રધાન બોરિસ જ્હોન્સને આવનારા દિવસોમાં ભારતને 3 ઓક્સિજન પ્લાન્ટની મદદની પણ જાહેરાત કરી છે.

રશિયા

20 ઓક્સિજન કોન્સંન્ટ્રેટર, વેન્ટિલેટરો, મોનિટર ઉપરાંત કોરોનાવીર સહિતની દવાઓ અને અન્ય આવશ્યક ફાર્માસ્યુટિકલ વસ્તુઓ સહિત કુલ 20 ટન માલનું ભારતમાં અત્યાર સુધી આગમન થયું છે. 5 મેના રોજ ઓક્સિજન કોન્સંન્ટ્રેટર, 75 વેન્ટિલેટર, 150 બેડસાઇડ મોનિટર અને દવાઓ ભારત પહોંચી છે.

આ ઉપરાંત ગત 1 મે ના રોજ સ્પુટનિક કોરોના રસીનો જથ્થો રશિયાથી હૈદરાબાદ પહોંચ્યો હતો. આગામી દિવસોમાં હજુ 1.5 લાખ રસીના ડોઝ હૈદરાબાદ પહોંચશે.

ફ્રાન્સ

જર્મનીએ ભારતને સહાય પેકેજની જાહેરાત કર્યા પછી ફ્રાન્સ બીજો યુરોપિયન દેશ બન્યું છે જેણે ભારતને સહાય મોકલી . ફ્રાંસે અત્યાર સુધીમાં 8 હોસ્પિટલ કક્ષાના ઓક્સિજન જનરેટર્સ મોકલ્યા છે, જેમાં પ્રત્યેક 250 બેડ માટે ઓક્સિજન, પાંચ દિવસ માટે 2,000 દર્દીઓ માટે પ્રવાહી ઓક્સિજન, આઇસીયુ માટે 28 વેન્ટિલેટર અને ઉપકરણો મોકલ્યા છે, ગત 2 મેના રોજ આ સહાય ફ્રાંસે મોકલાવી હતી.

જર્મની

જર્મનીએ અત્યાર સુધીમાં 120 વેન્ટિલેટર ભારત મોકલ્યા છે. રોજ 4 લાખ લિટર જેટલું ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતાવાળા વિશાળ ઓક્સિજન પ્લાન્ટ જર્મનીથી નવી દિલ્હી મોકલવામાં આવ્યા છે.

ઇટાલી

ઈટાલી દ્વારા એક ઓક્સિજન પ્લાન્ટ મોકલવામાં આવ્યો છે જે 20 વેન્ટિલેટર અને એક આખી હોસ્પિટલમાં ઓક્સિજન નિ જરૂરિયાતને પહોંચી વળવા સક્ષમ છે. ગ્રેટર નોઇડાની ITBP રેફરલ હોસ્પિટલમાં આ પ્લાન્ટ ગોઠવી દેવામાં આવ્યો છે.

આયર્લેન્ડ

ગત 4 મેના રોજ આયર્લેન્ડથી બીજી શિપમેન્ટમાં 2 ઓક્સિજન જનરેટર્સ, 548 ઓક્સિજન કન્સેન્ટર્સ, 365 વેન્ટિલેટર નવી દિલ્હી આવ્યા.

બહેરીન

બહેરીન દેશ દ્વારા 2 ક્રાયોજેનિક ઓક્સિજન સિલિન્ડર ભારત મોકલવા આવ્યા છે. 40 MT વાળા લિકવિડ ઓક્સિજન પણ ભારત મોકલવામાં આવ્યા છે.

કુવૈત

કુવૈત દ્વારા 282 ઓક્સિજન સિલિન્ડર, 60 ઓક્સિજન કોન્સંન્ટ્રેટર, વેન્ટિલેટર અને 40 MT ની ક્ષમતાવાળા પ્રવાહી ઓક્સિજન અને 4 મે ના રોજ 500 ઓક્સિજન સિલિન્ડર મોકલવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details