ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કૃષિ કાયદા બનવાથી લઈને પાછા ખેંચવા સુધી, દિલ્હીને ઘેરવાથી લઈને ટ્રેક્ટર રેલી સુધી, જાણો ક્યારે શું થયું

PM મોદી (pm modi)એ કૃષિ કાયદા (agricultural laws) પાછા લેવાની જાહેરાત કરી દીધી છે. છેલ્લા લગભગ 14 મહિનાથી ખેડૂતો (farmers) કૃષિ કાયદાને પાછા લેવાની માંગ કરી રહ્યા હતા. છેલ્લા લગભગ 14 મહિનામાં કૃષિ કાયદાને લઇને રોડથી સંસદ (road to parliament) સુધી શું શું થયું? જાણવા માટે ક્લિક કરો.

કૃષિ કાયદા બનવાથી લઈને પાછા ખેંચવા સુધી, દિલ્હીને ઘેરવાથી લઈને ટ્રેક્ટર રેલી સુધી, જાણો ક્યારે શું થયું
કૃષિ કાયદા બનવાથી લઈને પાછા ખેંચવા સુધી, દિલ્હીને ઘેરવાથી લઈને ટ્રેક્ટર રેલી સુધી, જાણો ક્યારે શું થયું

By

Published : Nov 19, 2021, 4:21 PM IST

  • PM મોદીએ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી
  • છેલ્લા 14 મહિનાથી ખેડૂતો કરી રહ્યા હતા આંદોલન
  • 27 સપ્ટેમ્બરના રાષ્ટ્રપતિની સહી બાદ કૃષિ કાયદા લાગુ થઈ ગયા

હૈદરાબાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (prime minister narendra modi)એ ત્રણેય કૃષિ કાયદા (agricultural laws)ઓ પાછા લેવાની જાહેરાત કરી દીધી છે. પીએમ મોદી (pm modi)એ કહ્યું છે કે, આગામી સંસદ સત્રમાં ત્રણેય કૃષિ કાયદાઓને પાછા લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. ભલે કેટલાક લોકો આને ખેડૂત આંદોલન (farmers protest)ની હેપ્પી એન્ડિંગ માની રહ્યા હોય, પરંતુ છેલ્લા 14 મહિના દરમિયાન આ આંદોલન (protest)માં ઘણું બધું થયું છે.

આ રીતે થઈ હતી શરૂઆત

14 સપ્ટેમ્બર 2020, આ એજ દિવસ હતો જે દિવસે કેન્દ્ર સરકારે (central government) કૃષિ કાયદાઓથી જોડાયેલો અધ્યાદેશ (ordinance) સંસદમાં રજૂ કર્યો. 17 સપ્ટેમ્બરના આ અધ્યાદેશ લોકસભા (loksabha) અને 20 સપ્ટેમ્બરના આ બિલ રાજ્યસભા (rajyasabha)માં પસાર થયું. ત્યાર સુધી કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતો એકઠા થવાનું શરૂ થઈ ગયું હતું. ખાસ કરીને પંજાબના ખેડૂતો (farmers of punjab)એ બિલના સંસદમાં પસાર થયા બાદ 3 દિવસ માટે રેલ રોકો આંદોલન (stop the rail movement)ની શરૂઆત કરી હતી. આ દરમિયાન 27 સપ્ટેમ્બરના રાષ્ટ્રપતિની સહી (signature of the President) બાદ કૃષિ કાયદા દેશભરમાં લાગુ થઈ ગયા.

છેલ્લા 14 મહિનામાં ક્યારે ક્યારે, શું શું થયું?

  • 14 સપ્ટેમ્બર 2020 - સંસદમાં કૃષિ કાયદા સંબંધિત અધ્યાદેશ રજૂ કરાયો
  • 17 સપ્ટેમ્બર 2020 - લોકસભામાં અધ્યાદેશ પસાર થયો
  • 20 સપ્ટેમ્બર 2020 - અધ્યાદેશ રાજ્યસભામાં પસાર થયો
  • 24 સપ્ટેમ્બર 2020 - પંજાબમાં ખેડૂતોનું 3 દિવસનું રેલ રોકો આંદોલન
  • 27 સપ્ટેમ્બર 2020 - રાષ્ટ્રપતિની સહી પછી કાયદો બનાવવામાં આવ્યો
  • 14 ઑક્ટોબર 2020 - ખેડૂત સંગઠનો-કેન્દ્ર વચ્ચે વાતચીત
  • 3 નવેમ્બર 2020 - દેશભરમાં ખેડૂતોની નાકાબંધી
  • 13 નવેમ્બર 2020 - ખેડૂત સંગઠનો-કેન્દ્ર વચ્ચે પ્રથમ વાતચીત
  • 25 નવેમ્બર 2020 - ખેડૂતો દ્વારા 'દિલ્હી ચલો'ની ઘોષણા
  • 26 નવેમ્બર 2020 - દિલ્હીમાં ખેડૂતો એકઠા થવાનું શરૂં થયું
  • 28 નવેમ્બર 2020- વહીવટીતંત્રએ બુરાડીમાં એકઠા થવાની મંજૂરી આપી, કિસાને જંતર-મંતર જવા અડગ રહ્યા
  • 3 ડિસેમ્બર 2020 - કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે વાતચીત
  • 5 ડિસેમ્બર 2020 - બીજા રાઉન્ડમાં વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નહીં
  • 8 ડિસેમ્બર 2020 - ખેડૂતોનું ભારત બંધ
  • 11 ડિસેમ્બર 2020 - ભારતીય કિસાન યુનિયન સુપ્રીમ કોર્ટ પહોંચી
  • 16 ડિસેમ્બર 2020 - SCએ કાયદાઓ પર સમિતિ બનાવવા કહ્યું
  • 21 ડિસેમ્બર 2020- ખેડૂતો એક દિવસીય ભૂખ હડતાળ પર
  • 30 સપ્ટેમ્બર 2020 - કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે છટ્ટા તબક્કાની વાતચીત
  • 4 જાન્યુઆરી 2021 - 7મા તબક્કાની વાતચીત
  • 11 જાન્યુઆરી 2021 - SCના દેશના ભૂતપૂર્વ ચીફ ન્યાયમૂર્તિની આગેવાની હેઠળ સમિતિ બનાવવાની જાહેરાત
  • 12 જાન્યુઆરી 2021- SCનો કૃષિ કાયદાઓ પર સ્ટે, 4-સભ્ય સમિતિની રચના
  • 26 જાન્યુઆરી 2021- દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં પોલીસ સાથે પ્રદર્શનકારીઓની અથડામણ
  • 28 જાન્યુઆરી 2021- ગાઝીપુર સરહદ પરથી ખેડૂતોને હટાવવાનો પ્રયાસ
  • 2 ફેબ્રુઆરી 2021- પૉપ સિંગર રિહાન્નાએ ખેડૂતોના સમર્થનમાં ટ્વિટ કર્યું
  • 5 ફેબ્રુઆરી 2021 - 'ટૂલકિટ'ની એન્ટ્રી, દિલ્હીમાં FIR 'કિસાન સંસદ'
  • 6 ફેબ્રુઆરી 2021 - દેશભરમાં ખેડૂતોનો 3 કલાકનો ચક્કાજામ
  • 6 માર્ચ 2021 - ખેડૂત આંદોલનના 100 દિવસ
  • જુલાઈ 2021 - સંસદની પાસે ખેડૂતોએ 'ખેડૂત સંસદ' લગાવી
  • 7 ઑગષ્ટ 2021 - વિરોધ પક્ષોના 14 નેતાઓ ખેડૂત સંસદ પહોંચ્યા
  • 28 ઑગષ્ટ 2021 - કરનાલમાં ખેડૂતો પર લાઠીચાર્જ
  • 5 સપ્ટેમ્બરે 2021 - મુઝફ્ફરનગરમાં ખેડૂતોની રેલી
  • 3 ઑક્ટોબર 2021 - લખીમપુર ખેરી હિંસા
  • 8 નવેમ્બર 2021 - સંસદ સત્ર દરમિયાન કિસાન મોરચા ટ્રેક્ટર માર્ચની જાહેરાત
  • 19 નવેમ્બર 2021- PMએ કૃષિ કાયદો પાછો ખેંચવાની જાહેરાત કરી

શું છે એ 3 કૃષિ કાયદા?

1) કૃષિ ઉત્પાદન વેપાર તેમજ વાણિજ્ય (પ્રમોશન અને સુવિધા) બિલ, 2020

આના અંતર્ગત ખેડૂતો કૃષિ ઉત્પાદનને સરકારી મંડીઓની બહાર પણ વેચી શકે છે. સરકાર પ્રમાણે ખેડૂતો કોઈ ખાનગી ખરીદદારને પણ ઊંચા ભાવ પર પોતાનો પાક વેચી શકે છે. સરકાર પ્રમાણે આનાથી ખેડૂતોને પોતાનું ઉત્પાદન વેચવાના વિકલ્પ વધશે.

2) કૃષિ (સશક્તિકરણ તેમજ સંરક્ષણ) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ બિલ, 2020

આ કાયદો કરાર ખેતી અથવા કૉન્ટ્રાક્ટ ફાર્મિંગની પરવાનગી આપે છે. આ કાયદાના સંદર્ભમાં સરકારનું કહેવું છે કે, તેઓ ખેડૂતો અને ખાનગી કંપનીઓની વચ્ચે કરાર આધારિત ખેતી ખોલી રહી છે.

3) જરૂરી વસ્તુ (સંશોધન) બિલ, 2020

આ હેઠળ અનાજ, કઠોળ, તેલીબિયાં, ખાદ્ય તેલ, ડુંગળી અને બટાટાને આવશ્યક ચીજવસ્તુઓની સૂચિમાંથી દૂર કરવામાં આવ્યા હતા. તેમના સંગ્રહખોરી અને બ્લેક માર્કેટિંગને મર્યાદિત કરવા અને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા જેવા નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે.

સરકાર અને ખેડૂતો વચ્ચે વાત ન બની

આ સમગ્ર મુદ્દા પર ખેડૂતો અને સરકારની વચ્ચે અનેક તબક્કાની વાતચીત પણ થઈ ચૂકી છે, પરંતુ અત્યાર સુધી કોઈ વાત ન બની શકી. ખેડૂત નેતાઓના પ્રતિનિધિમંડળ અને સરકારની વચ્ચે 11 મુલાકાતો થઈ, પરંતુ કોઈ જ પરિણામ આવ્યું નહીં. આ બેઠકોમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમણ પણ સામેલ થયા, પરંતુ ખેડૂત અને સરકાર પોતાની માંગો પર અડગ રહ્યા. ખેડૂતો કૃષિ કાયદા પાછા લેવા માટે અડગ રહ્યા અને સરકાર પોતાના નિર્ણય પર અડગ રહી. સંસદ દ્વારા 3 કૃષિ કાયદા પસાર થયા બાદ જ ખેડૂતો તેમની સામે આવ્યા હતા. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ 27 સપ્ટેમ્બરે ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા., ત્યારબાદ 14 ઑક્ટોબર 2020ના રોજ પ્રથમ બેઠક અને 22 જાન્યુઆરી 2021ના રોજ છેલ્લી બેઠક ખેડૂતો અને સરકાર વચ્ચે યોજાઈ હતી, પરંતુ આ સમયગાળા દરમિયાન યોજાયેલી 11 બેઠકોમાં કોઈ વાત બની નહીં.

ખેડૂતો અને સરકાર વચ્ચે વાત કેમ ન બની?

ખેડૂતો આ ત્રણેય કાયદાઓ પાછા લેવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતો પ્રમાણે આનાથી ખેડૂતો બંધુઆ મજૂર થઈ જશે અને કૃષિ મૂડીવાદીઓના હાથમાં જતી રહેશે. ખેડૂતોના મતે આ તેમનું હિત નથી, પરંતુ ખાનગીકરણને પ્રોત્સાહન આપનારા કાયદા છે. MSPને લઇને પણ સરકાર તરફથી લેખિત ખાતરી ઇચ્છે છે. સરકારના પ્રમાણે આ કૃષિ કાયદા ખેડૂતો માટે હિતકારક છે અને આનાથી ખેડૂતોની આવક વધશે. હવે સરકારે કૃષિ કાયદા પાછા લેવાની વાત કહી છે. MSP પર કાયદા અથવા લેખિતમાં આપવાની ખેડૂતોની માંગ હજું જેમની તેમ છે. કુલ મળીને ખેડૂતોનું આંદોલન હજુ પણ ચાલું રહેશે.

26 જાન્યુઆરી 2021 બાદ બધુ બદલાઈ ગયું

26 જાન્યુઆરી 2021ના જ્યારે દેશ ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં ગણતંત્રને ઠેબે ચડાવવામાં આવી રહ્યું હતું. ખેડૂતોએ ગણતંત્રના દિવસે દિલ્હીમાં ટ્રેક્ટર રેલી નીકાળવાની મંજૂરી માંગી હતી જેને દિલ્હી પોલીસે માની લીધી હતી. ટ્રેક્ટર રેલીના શ્વાંગમાં પ્રદર્શનકારીઓએ દિલ્હીમાં જે તાંડવ મચાવ્યું તેને આખી દુનિયાએ જોયું. ટ્રેક્ટરસવાર પ્રદર્શનકારીઓએ પોલીસ બેરિકેડિંગ તોડી દીધી અને લાલ કિલ્લા સુધી પહોંચી ગયા. જ્યાં પ્રદર્શનકારીઓએ દેશના રાષ્ટ્રધ્વજને હટાવીને ધાર્મિક ઝંડો ફરકાવ્યો. આ ઉપદ્રવ દરમિયાન દિલ્હી પોલીસના અનેક જવાનો ઘાયલ થયા. આ સમગ્ર મામલે રાજનીતિ પણ ઘણી થઈ, પરંતુ નુકસાન ખેડૂત આંદોલનને થયું. આના પહેલા આંદોલનને લોકોનું સમર્થન મળી રહ્યું હતું અને સરકાર પણ બેકફૂટ પર હતી, પરંતુ 26 જાન્યુઆરી બાદ ખેડૂતોએ જનસમર્થન પણ ખોયું અને ત્યારબાદ સરકારે વાતચીતની પહેલ પણ ના કરી. જો કે વડાપ્રધાન મોદીએ હવે કૃષિ કાયદાઓ પાછા લેવાની જાહેરાત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ એ કૃષિ કાયદા હતા જેને લઇને સરકારનો દાવો હતો કે કૃષિમાં સુધારો લાવવા માટે આ લાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ત્રણેય કૃષિ કાયદા પરત લેતા દેશભરમાં ઉજવણી, ગાઝીપુર બોર્ડરમાં ખેડૂતોએ એકબીજાને જલેબી ખવડાવી

આ પણ વાંચો:RAKESH TIKAIT EXCLUSIVE INTERVIEW: ખેડૂતોનું આંદોલન તરત પાછું નહીં ખેંચાય

ABOUT THE AUTHOR

...view details