ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Friendship Day 2022: દોસ્તીના સંબંધને મજબૂત કરે છે 'ફ્રેન્ડશીપ ડે', જાણો શા માટે ઉજવવામમાં આવે છે આ દિવસ - Beginning of Friendship Day

મિત્રતા એટલે મિત્રતા, તે એક અમૂલ્ય સંબંધ છે. જો તમને જીવનમાં સાચો મિત્ર મળે, તો સમજી લો કે, તમે સાચા અર્થમાં કંઈક કમાવ્યું છે. અમે અમારા મિત્રોને (Friendship Day 2022) ગમે ત્યારે અને ભય વગર કંઈપણ કહી અને શેર કરી શકીએ છીએ. આપણા જીવનની ઘણી ખાટી અને મીઠી ક્ષણો મિત્રો સાથે પસાર થાય છે.

Friendship Day 2022: દોસ્તીના સંબંધને મજબૂત કરે છે 'ફ્રેન્ડશીપ ડે', જાણો શા માટે ઉજવવામમાં આવે છે આ દિવસ
Friendship Day 2022: દોસ્તીના સંબંધને મજબૂત કરે છે 'ફ્રેન્ડશીપ ડે', જાણો શા માટે ઉજવવામમાં આવે છે આ દિવસ

By

Published : Aug 7, 2022, 6:40 AM IST

ન્યૂઝડેસ્ક: મિત્રતાનાં ઘણા ઉદાહરણો ઇતિહાસમાં આપવામાં આવ્યા છે. કૃષ્ણ અને સુદામાની મિત્રતા (Friendship Day 2022) કોણ નથી જાણતું. પૃથ્વીરાજ ચૌહાણ અને તેમના મિત્ર ચંદ્રવર્ધાયની વાર્તા પણ ખૂબ પ્રખ્યાત છે. એક સાચો મિત્ર સુખ અને દુ:ખમાં સાથે રહે છે.

'ફ્રેન્ડશીપ ડે'ની શરૂઆત :'ફ્રેન્ડશીપ ડે'ની શરૂઆત અમેરિકામાં 1935માં થઈ હતી. ઓગસ્ટના પહેલા રવિવારે યુએસ સરકાર દ્વારા એક માણસની હત્યા કરવામાં આવી હતી. આ વ્યક્તિના મૃત્યુથી તેના મિત્રને આઘાત લાગ્યો હતો. તેના મિત્રની ખોટને કારણે તેણે આત્મહત્યા કરી હતી. જે બાદ યુએસ સરકારે ઓગસ્ટના પહેલા રવિવારને 'ફ્રેન્ડશીપ ડે' તરીકે ઉજવવાનું નક્કી કર્યું, ત્યારથી આ મિત્રતા દિવસ દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે.

મિત્રતા દરેક મનુષ્યના હૃદયની ખૂબ નજીક :મિત્રતા દરેક મનુષ્યના હૃદયની ખૂબ નજીક છે. જેની પાસે સાચા મિત્રો છે તે ખૂબ નસીબદાર છે કારણ કે, સાચી મિત્રતા નસીબદારને મળે છે. મિત્રતાના આ બંધનને મજબૂત કરવા માટે, દર વર્ષે 'ફ્રેન્ડશીપ ડે' ઉજવવામાં આવે છે.

ફ્રેન્ડશીપ ડે'નું મહત્વ

  1. સુમેળભરી અને હૂંફભરી મિત્રતાનું મહત્વ 'ફ્રેન્ડશીપ ડે' દ્વારા ઉજવવામાં આવે છે.
  2. આ દિવસે શાંતિ અને પ્રેમનો સંદેશો આપવામાં આવે છે.
  3. એ મિત્રો કે જેની સાથે સુખ અને દુઃખના ભાગીદાર બની શકીએ.
  4. જીવનના ઉતાર ચઢાવમાં જે મિત્રો આપણને મદદ કરે છે.
  5. મિત્રતાને મહત્વ આપવા માટે આ દિવસને ઉજવવામાં આવે છે.
  6. બે વ્યક્તિ વચ્ચેની મિત્રતાને સન્માન, કાળજી, પ્રેરણા અને પ્રેમથી આદર કરવામાં આવે છે.
  7. 'ફ્રેન્ડશીપ ડે' મહત્વનો હોય છે કારણ કે, જીવનમાં મિત્રોનું મહત્વ હોય છે.
  8. મિત્રો વગર આપણે એકલા છીએ.
  9. મિત્રો જીવનમાં ખુશી લાવે છે. તેથી મિત્રો માટે આ દિવસને ઉજવવો જરુરી બને છે.

'ફ્રેન્ડશીપ ડે' વિશે પ્રખ્યાત વ્યક્તિઓના સુવિચારો

એપીજે અબ્દુલ કલામ :એક સારી પુસ્તક 100 મિત્રો બરાબર છે, એક સારો મિત્ર લાઈબ્રેરી બરાબર છે. જૂના મિત્રો સોના બરાબર છે, નવા મિત્રો હીરા બરાબર છે. જો તમને હીરો મળે તો સોનાને ના ભૂલી જતાં, કારણ કે, સોનું જ હીરાને પકડી શકે છે.

મધર ટેરેસા :તમારો મિત્ર પર્ફેક્ટ છે તે અપેક્ષા છોડી દો, પરંતુ તમારા મિત્રને પર્ફેક્ટ બનાવવામાં મદદ કરો.

વિલિયમ શેક્સપિયર :મિત્ર એ છે કે જે તમને જાણે છે, તમે ક્યાં છો એ સમજે છે. તમે જે બની રહ્યાં છો તેનો સ્વીકાર કરે છે અને તમારા વિકાસમાં ફાળો આપે છે.

આ દિવસ મિત્રો માટે ખૂબ જ ખાસ :આ દિવસ મિત્રો માટે ખૂબ જ ખાસ છે. આ દિવસે લોકો ગીફ્ટ આપીને અને એકબીજાને પાર્ટી આપીને 'ફ્રેન્ડશિપ ડે'ની ઉજણી કરે છે. જેમ પિતા માટે 'ફાધર્સ ડે' અને પિતા માટે 'મધર્સ ડે' ઉજવવામાં આવે છે, તેવી જ રીતે મિત્રો માટે પણ 'ફ્રેન્ડશિપ ડે' ઉજવવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details