હાવડાઃપશ્વિમ બંગાળના હાવડા જિલ્લામાં શનિવારે પણ પયગંબર મોહમ્મદ વિશેની ટિપ્પણીનો વિરોધ ચાલુ રહ્યો હતો. પંચાલા બજારમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. દેખાવકારોએ પથ્થરમારો કર્યો, ત્યારબાદ પોલીસે તેમને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા.
હાવડામાં ફરી પથ્થરમારો, પોલીસે દેખાવકારો પર ટીયર ગેસના શેલ છોડ્યા - FRESH CLASH BETWEEN POLICE AND GROUP OF PROTESTERS BREAKS OUT AT PANCHLA BAZAAR IN HOWRAH
શનિવારે પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં પણ હિંસાની ઘટના સામે આવી છે. પંચાલા બજારમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ થયું હતું. અહીં પોલીસે બદમાશોને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
પથ્થરમારો કરાયો -આ પહેલા હાવડા જિલ્લામાં સેંકડો દેખાવકારોએ શુક્રવારે રસ્તાઓ બંધ કરી દીધા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ધુલાગઢ, પંચાલા અને ઉલુબેરિયામાં જ્યારે (પોલીસે) રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 ની નાકાબંધી ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે દેખાવકારોની પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસે ધુલાગઢ અને પંચલામાં ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જ્યાં વિરોધીઓએ જવાબી કાર્યવાહીમાં પથ્થરમારો કર્યો હતો, નજીકમાં પાર્ક કરેલી કારને નુકસાન પહોંચાડ્યું હતું. દક્ષિણ પૂર્વીય રેલ્વેના અધિકારીએ જણાવ્યું હતું કે, વિરોધીઓએ હાવડા-ખડગપુર સેક્શન પર ફુલેશ્વર અને ચેંગેલ સ્ટેશનો વચ્ચે બપોરે 1:22 વાગ્યે ટ્રેક બ્લોક કરી દીધો હતો.
અપડેટ ચાલું છે...
TAGGED:
હાવડામાં ફરી પથ્થરમારો