નવી દિલ્હી :હવે માત્ર એવા લોકોને જ દિલ્હીમાં વીજળી સબસિડી મળશે, જેઓ તેના માટે અરજી કરશે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે બુધવારે આની જાહેરાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, આ માટે તમે આજથી જ અરજી કરી શકશો અને આ માટે એક નંબર પણ જારી કરવામાં આવ્યો (Free Subsidy Electricity Bills) છે, જેના પર મિસ્ડ કોલ દ્વારા અરજી સ્વીકારવામાં આવશે. 14 સપ્ટેમ્બરથી, વીજળી સબસિડી પસંદ કરવા માટે ઑનલાઇન અને ઑફલાઇન બન્ને રીતે અરજી કરી શકાશે, 31 ઓક્ટોબર સુધીમાં સબસિડી માટે અરજી કરી શકાશે. (Electricity Rate in Delhi)
કેજરીવાલની વીજળી બીલ અંગે મોટી જાહેરાત, હવે આ લોકને જ મળશે ફાયદો - AAP Government Delhi Free Electricity
દેશની રાજધાની દિલ્હીમાં હવે વીજળી બિલ પર સબસિડી અને ફ્રિ મેળવવા માટે ઑફલાઇન અથવા ઑનલાઇન અરજી કરવી પડશે. આ જાહેરાતની સાથે જ બુધવારે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા એક મોબાઈલ નંબર પણ જારી કરવામાં આવ્યો (Delhi Chief Minister Arvind Kejriwal) છે, જેના દ્વારા લોકો ઓનલાઈન અરજી કરી શકશે. આ સાથે આજે પત્રકાર પરિષદમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન મુખ્યપ્રધાને ઓપરેશન લોટસને લઈને પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. (Free Subsidy Electricity Bills)
અરજી પર જ સબસિડીવાળી વીજળી :મુખ્યપ્રધાન કેજરીવાલે કહ્યું કે, કેટલાક લોકો મફત વીજળી લેવા માંગતા નથી. દિલ્હીની જનતાએ ઈમાનદાર સરકાર બનાવી, પહેલા વીજળી અનેક વખત ચાલી જતી હતી, પરંતુ હવે રાજધાનીમાં 24 કલાક વીજળી છે. અમારી સરકારે રાજધાનીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણો સુધારો કર્યો છે. આ સાથે જ ભ્રષ્ટાચાર નાબૂદ કરીને સરકારી નાણાની બચત કરવામાં આવી છે અને આ પૈસાથી દિલ્હીની જનતાને સુવિધાઓ આપવામાં આવી રહી (AAP Guarantee Electricity Bill ) છે. દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં કુલ 58 લાખ ઘરેલું ગ્રાહકો છે, જેમાં 47 લાખ ગ્રાહકોને સબસિડી મળે છે. 30 લાખ લોકોના વીજ બિલ શૂન્ય આવે છે. 16 થી 17 લાખ લોકોના અડધા બિલ આવે છે. 200 થી 400 યુનિટ પર અડધો દર છે. કેટલાક લોકોની યોગ્ય માંગ હતી કે, અમે વીજળીનું બિલ આપી શકીએ છીએ, તો પછી સબસિડી કેમ આપવામાં આવે છે.
નંબર ડાયલ કરવાથી લિંક આવશે :કેજરીવાલે 70113111111 નંબર પણ જાહેર કર્યો છે. તેના પર મિસકોલ કર્યા બાદ એક લિંક આવશે, તે લિંક પર ગયા બાદ ફોર્મ ભરવાનું રહેશે. આ સાથે જ મોબાઈલ પર ફીઝીકલી ફોર્મ આપવા કે રજીસ્ટ્રેશન કરાવવાના ત્રણ દિવસમાં મેસેજ આવશે અને આજ બુધવારથી આ સુવિધા શરૂ થઈ ગઈ છે. જો કોઈ વ્યક્તિ નવેમ્બર અને ડિસેમ્બરમાં અરજી કરે છે, તો તે જ મહિનાથી સબસિડી મળશે, અન્યથા ગયા મહિનાનું બિલ ચૂકવવું પડશે. આ બાબતને લોકો સુધી પહોંચાડવા માટે અમે ડોર ટુ ડોર અભિયાન શરૂ કરીશું. આ વર્ષમાં એકવાર, ગ્રાહકોને સબસિડી માંગવાની અને પાછી ખેંચવાની તક મળશે. વાસ્તવમાં, દિલ્હી સરકારે થોડા મહિના પહેલા નિર્ણય લીધો હતો કે, સબસિડી ફક્ત તેમને જ મળશે, જે અરજી કરશે. 1 ઓક્ટોબરથી જે લોકો તેની માંગણી કરશે તેમને જ મફત વીજળી મળશે. AAP Government Delhi Free Electricity