- 4,940 સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી બાળકીઓને લાભ થશે
- 1,000 ખાનગી અને સહાયતા પ્રાપ્ત(aided schools) શાળાઓમાં અભ્યાસ કરતી બાળકીઓને થશે લાભ
- નિ:શુલ્ક સેનેટરી નેપકિન્સ અપાશે
અગરતલા: માસિક ધર્મ અંગે સમાજમાં ઉત્પન્ન થતી સંકીર્ણતાને દૂર કરવા અને લોકોમાં માસિક ધર્મની સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે અનેક યોજનાઓ બનાવવામાં આવે છે.
આ પણ વાંચોઃસામાજિક સંસ્થાઓ દ્વારા મહિલાઓને સેનેટરી નેપકિન્સનું નિશુલ્ક વિતરણ
ત્રિપુરા સરકારની એક પહેલનું નામ પણ ઉમેરવામાં આવ્યું
તાજેતરમાં ત્રિપુરા સરકારની એક પહેલનું નામ પણ ઉમેરવામાં આવ્યું છે, જેમાં સરકારે સ્કૂલની છોકરીઓને મફત સેનિટરી નેપકિન્સ આપવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. મુખ્ય પ્રધાન બિપ્લબ કુમાર દેબે ગુરુવારે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા "#NariShakti4NewIndia#7YearsOfSeva"સાથે આ શેર કર્યું છે.