- કોરોના (corona) સાથે બ્લેક ફંગસ પણ એક જીવલેણ રોગ તરીકે બહાર આવી
- એમ્પેનલ ખાનગી હોસ્પિટલમાં વિના મૂલ્યે ઓપરેશન
- સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 900થી વધુ દર્દીઓ દાખલ
નવી દિલ્હી:હવે બ્લેક ફંગસ (black fungus)નું મફત ઓપરેશન દિલ્હીની ખાનગી હોસ્પિટલોમાં થઈ શકે છે. દિલ્હી સરકારે દિલ્હી આરોગ્ય કોષની કેસલેસ સ્કીમમાં બ્લેક ફંગસનો પણ સમાવેશ કર્યો છે. હવે જો કોઈ દર્દીને બ્લેક ફંગસના ઓપરેશન માટે સરકારી હોસ્પિટલનો સમય ન મળે તો પછી તે એક એમ્પેનલ ખાનગી હોસ્પિટલમાં વિના મૂલ્યે ઓપરેશન કરાવી શકે છે.
દિલ્હીમાં બ્લેક ફંગસને કારણે 250થી વધુ દર્દીઓનાં મોત
કોરોના સાથે બ્લેક ફંગસ (black fungus) પણ એક જીવલેણ રોગ તરીકે બહાર આવી છે. એકલા દિલ્હીમાં બ્લેક ફંગસને કારણે 250થી વધુ દર્દીઓનાં મોત નીપજ્યાં છે. દિલ્હીની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 900થી વધુ દર્દીઓ દાખલ છે. દિલ્હી સરકારે હવે આ રોગથી રાહત આપવા માટે મોટો નિર્ણય લીધો છે.