ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠળના તમામ સ્મારકોમાં 21 જૂને આ કારણોસર અપાશે મફત પ્રવેશ - તાજમહેલ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે લોકોને તાજમહેલ અને અન્ય સ્મારકોમાં મફત પ્રવેશની ભેટ આપી છે. મંત્રાલયના નિર્દેશો પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (Archaeological Survey of India) એ તાજમહેલ સહિત આગરાના તમામ સંરક્ષિત સ્મારકોમાં પ્રવાસીઓના મફત પ્રવેશ માટે આદેશ જારી કર્યો છે.

તાજમહેલ સહિત ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠળના તમામ સ્મારકોમાં  21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ મફત પ્રવેશ
તાજમહેલ સહિત ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠળના તમામ સ્મારકોમાં 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ મફત પ્રવેશ

By

Published : Jun 20, 2022, 12:27 PM IST

આગ્રા: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) પર કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે લોકોને તાજમહેલ અને અન્ય સ્મારકોમાં મફત પ્રવેશની ભેટ આપી છે. મંત્રાલયના નિર્દેશો પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ તાજમહેલ સહિત આગરાના તમામ સંરક્ષિત સ્મારકોમાં પ્રવાસીઓના મફત પ્રવેશ માટે આદેશ જારી કર્યો છે. આ સાથે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી (Mukhtar Abbas Naqvi) પંચમહાલના ફતેહપુર સીકરીમાં યોગ કરશે. ASIએ 5 હજાર લોકોના યોગની તૈયારી શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: ક્યારે જાહેર થશે CBSE ધોરણ 10 અને 12નું પરિણામ ? જાણો ટર્મ 2 પરિણામની તારીખ વિશે..

આ દિવસોમાં પણ ફ્રી રહે છે તાજમહેલ: 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (Archaeological Survey of India) એ આ દિવસે તાજમહેલ સહિત તમામ સ્મારકોમાં પ્રવાસીઓને મફત પ્રવેશ આપવાનો આદેશ જારી કર્યો છે. ASIના આગ્રા સર્કલના અધિક્ષક પુરાતત્વવિદ્ રાજકુમાર પટેલે આ અંગે માહિતી આપી હતી. ASI અધિક્ષક પુરાતત્વવિદ્ રાજકુમાર પટેલે જણાવ્યું હતું કે, તાજમહેલ સહિતના ઐતિહાસિક સ્મારકોમાં 18 એપ્રિલે વર્લ્ડ હેરિટેજ ડે (World Heritage Day) અને 19નવેમ્બર ના રોજ વર્લ્ડ હેરિટેજ વીકના પ્રથમ દિવસે અને 8 માર્ચ મહિલા દિવસ (8 March Women's Day)પર પ્રવાસીઓનો પ્રવેશ ફ્રી રહે છે. આ વખતે પ્રથમ વખત, યોગ દિવસ પર મંત્રાલયે તાજમહેલ સહિત અન્ય સંરક્ષિત સ્મારકોમાં પ્રવાસીઓને મફત પ્રવેશ આપ્યો છે.

આ પણ વાંચો: રાજસ્થાનમાં આર્મી ભરતીની તૈયારી કરી રહેલા યુવકે આત્મહત્યા કરી, પરિવારે કહ્યું...

પંચમહાલમાં મુખ્તાર અબ્બાસ નકવી કરશે યોગ: ASI (Archaeological Survey of India) અધિક્ષક પુરાતત્વવિદ્ રાજકુમાર પટેલે જણાવ્યું હતું કે, 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે ફતેહપુર સિકરી સ્મારક સ્થાન પંચમહાલ સંકુલમાં યોગ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જ્યાં કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી અને રાજ્યસભાના ઉપનેતા મુખ્તાર અબ્બાસ નકવી સવારે 6 વાગ્યે પહોંચશે. પંચમહાલ સંકુલમાં સવારે 6:40 કલાકે વડાપ્રધાનનું સંબોધન સાંભળ્યા બાદ તેઓ સવારે 7 વાગ્યાથી યોગ કરશે. રાજ્યસભાના સાંસદ હરદ્વાર દુબે, ફતેહપુર સીકરીના લોકસભાના સાંસદ રાજકુમાર ચાહર, ફતેહપુર સીકરીના ધારાસભ્ય ચિ. બાબુલાલ, આગ્રા ઉત્તરના ધારાસભ્ય પુરુષોત્તમ ખંડેલવાલ અને શાળાના બાળકો સહિત લગભગ 5,000 લોકો હાજર રહેશે.

ABOUT THE AUTHOR

...view details