ચંદીગઢ: પંજાબની આમ આદમી પાર્ટીની(Aam Aadmi Party) સરકારે 1 જુલાઈથી દરેક ઘરમાં 300 યુનિટ મફત વીજળી (300 unit free in Punjab )આપવાની જાહેરાત કરી છે. રાજ્યમાં ભગવંત માનની સરકારને આજે એક મહિનો પૂર્ણ થયો છે. પંજાબ સરકાર આ અઠવાડિયે જાહેરાત કરી શકે છે એવો સંકેત આપતાં મુખ્ય પ્રધાન ભગવંત માને મંગળવારે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં રાજ્યના (Free electricity in Punjab)લોકોને એક સારા સમાચાર આપશે. માને ટ્વીટમાં કહ્યું કે અમારા નેતા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે અદ્ભુત મુલાકાત થઈ. ખૂબ જ જલ્દી, અમે પંજાબના લોકોને ખુશખબર આપીશું.
દરેક ઘરને 300 યુનિટ સુધી મફત વીજળી -પંજાબ વિધાનસભાની ચૂંટણીપહેલા AAP દ્વારા આપવામાં આવેલા મોટા વચનોમાંનું એક હતું દરેક ઘરને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડવાનું. વચન આપતા, AAP કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે રાજ્યમાં વધુ વીજળીનું ઉત્પાદન કર્યા પછી પણ લાંબા સમય સુધી(300 units of free electricity in Punjab house) પાવર કટ છે અને ઘણા લોકોના બિલ વધી રહ્યા છે. કેજરીવાલે કહ્યું હતું કે ગામડાઓમાં એવા ઘણા લોકો છે જે નકલી બિલ સાથે પકડાયા હતા અને ચુકવણી ન કરવાને કારણે તેમના વીજળી કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. આવા લોકોએ જ વીજળીની ચોરીનો આશરો લીધો હતો. ત્યારે કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીની AAP સરકાર દર મહિને 200 યુનિટ મફત વીજળી આપે છે.