ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લિજેન્ડ એરલાઇન્સમાં માનવ તસ્કરીની આશંકા, ભારતીયોને લઈ જતી ફ્લાઈટ ફ્રાંસ ખાતે રોકવામાં આવી

UAE થી 303 ભારતીય મુસાફરોને લઈને નિકારગુઆ જઈ રહેલી ફ્લાઈટને માનવ તસ્કરીની આશંકામાં ફ્રાન્સ ખાતે ઉતારવામાં આવી હતી. આ દરમિયાન પેરિસમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે ફ્રાંસીસી અધિકારીઓએ જાણ કરી છે કે ટેકનિકલ કારણોસર ફ્લાઈટને રોકવામાં આવી હતી. France grounds flight carrying 303 Indians

Legend Airlines
Legend Airlines

By ETV Bharat Gujarati Team

Published : Dec 23, 2023, 1:35 PM IST

લંડન :સંયુક્ત આરબ અમીરાતથી (UAE) 303 ભારતીય મુસાફરોને લઈને નિકારગુઆ જઈ રહેલી ફ્લાઈટને માનવ તસ્કરીની આશંકામાં ફ્રાન્સ ખાતે ઉતારવામાં આવી હતી. સ્થાનિક મીડિયાએ ફ્રેન્ચ અધિકારીઓ તરફથી આ માહિતી આપી છે. ફ્રાન્સના લે મોન્ડે અખબારના સમાચાર મુજબ રાષ્ટ્ર વિરોધી સંગઠિત અપરાધ એકમ JUNALCO જુનાલ્કોએ તપાસ હાથ ધરી છે.

ઘટનાક્રમ :પેરિસના અભિયોજક કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિશેષ તપાસકર્તા વિમાનમાં સવાર તમામ મુસાફરોની પૂછપરછ કરી રહ્યા છે અને વધુ તપાસ માટે બે લોકોની અટકાયત કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે રોમાનિયન કંપની લિજેન્ડ એરલાઈન્સનું A340 વિમાન ગુરુવારના રોજ લેન્ડ થયા બાદ વૈટ્રી એરપોર્ટ પર ઊભું રહ્યું હતું.

મીડિયા રિપોર્ટ:પેરિસથી 150 કિલોમીટર પૂર્વમાં સ્થિત વૈટ્રી એરપોર્ટ પરથી મોટાભાગે કોમર્શિયલ ફ્લાઈટનું સંચાલન કરવામાં આવે છે. અખબારના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીએ જણાવ્યું હતું કે વિમાનમાં ઇંધણ ભરવાનું હતું અને તેમાં સવાર 303 ભારતીય નાગરિકો કદાચ યુએઈમાં કામ કરે છે. ફ્રાન્સ પહોંચ્યા પછી મુસાફરોને પહેલા વિમાનમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ પછી તેમને બહાર લાવીને ટર્મિનલ બિલ્ડિંગમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર એરપોર્ટને ઘેરી લીધું છે.

તપાસ શરુ : મળતી માહિતી અનુસાર ફરિયાદી કાર્યાલયે કહ્યું કે, સૂચના મળી હતી કે વિમાનમાં સવાર લોકો માનવ તસ્કરીનો શિકાર બની શકે છે. મુસાફરોને આખરે એરપોર્ટના મુખ્ય હોલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગુરુવારના રોજ તેમના રાત્રિ રોકાણ માટે પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ ફ્રેન્ચ સંગઠિત અપરાધ એકમના તપાસકર્તા આ કેસની તપાસ કરી રહ્યા છે. લિજેન્ડ એરલાઈન્સે હજુ સુધી આ ઘટના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

  1. અમૃતા અને ઇમરોઝની અદ્ભુત પ્રેમ કહાનીનો અંત; કવિ અને ચિત્રકાર ઈમરોઝે દુનિયાને કહ્યું અલવિદા
  2. ગાંધીધામ વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ અને ઓખા પુરી એક્સપ્રેસ ટ્રેનોના રુટ ડાયવર્ટ, જાણકારી મેળવો

ABOUT THE AUTHOR

...view details