ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી: બપોરે 1 વાગ્યા સુધીમાં 52.16 ટકા મતદાન, કૂચ બિહારમાં ફાયરિંગ, 4ના મોત

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે 4થા તબક્કાના મતદાન આજે 10 એપ્રિલના રોજ યોજાઈ રહ્યું છે. આ તબક્કામાં 44 બેઠકો માટે કુલ 373 ઉમેદવારો મેદાને છે. 1,15,81,022 મતદારો ઉમેદવારોનું ભાવી EVMમાં ​​કેદ કરશે. અત્યાર સુધી, બંગાળમાં 3 તબક્કામાં 91 બેઠકો માટે મતદાન યોજાયું છે. પશ્ચિમ બંગાળમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે, જેના આધારે મતદાન 8 તબક્કામાં પૂર્ણ થશે અને 2 મેના રોજ મતગણતરી થશે. જેમાં બપોરના 1 વાગ્યા સુધીમાં કુલ 52.16 ટકા મતદાન નોંધાયું છે.

By

Published : Apr 10, 2021, 7:45 AM IST

Updated : Apr 10, 2021, 1:27 PM IST

બંગાળ વિધાનસભા ચૂંટણી: ચોથા તબક્કાનું આજે શનિવારે મતદાન, 373 ઉમેદવારોનું ભાવી EVMમાં ​થશે ​કેદ
બંગાળ વિધાનસભા ચૂંટણી: ચોથા તબક્કાનું આજે શનિવારે મતદાન, 373 ઉમેદવારોનું ભાવી EVMમાં ​થશે ​કેદ

  • 4થા તબક્કામાં 5 જિલ્લાની 44 બેઠકો પર મતદાન યોજાશે
  • SUCI(C) એ 26, CPM 22, BSP 13 અને કોંગ્રેસના 9 ઉમેદવારો મેદાને
  • TCM અને ભાજપે જ તમામ 44 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના 4થા તબક્કા માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. આ તબક્કામાં 44 બેઠકો માટે કુલ 373 ઉમેદવારો મેદાને છે. 1,15,81,022 મતદારો ઉમેદવારોનું ભાવી EVMમાં ​​કેદ કરશે. અત્યાર સુધી, બંગાળમાં 3 તબક્કામાં 91 બેઠકો માટે મતદાન યોજાયું છે.

આ પણ વાંચો:પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી, જાણો ક્યાં કેટલું મતદાન?

4થા તબક્કામાં 5 જિલ્લાની 44 બેઠકો પર મતદાન

પશ્ચિમ બંગાળમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે, જેના આધારે મતદાન 8 તબક્કામાં પૂર્ણ થશે અને 2 મેના રોજ મતગણતરી કરવામાં આવશે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના 4થા તબક્કામાં 5 જિલ્લાની 44 બેઠકો પર મતદાન યોજાશે. તેમાંથી, 8 બેઠકો અનુસૂચિત જાતિ અને 3 અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. આ 44 બેઠકો માટે કુલ 373 ઉમેદવારો મેદાને છે. આ વખતની ચૂંટણીમાં રાષ્ટ્રીયથી પ્રાદેશિક એમ 34 રાજકીય પાર્ટીઓ ચૂંટણી જંગમાં શામેલ છે. આ તમામ પાર્ટીઓના કુલ 221 ઉમેદવારો અને 153 અપક્ષો મેદાને છે.

TCM છોડી ચૂકેલા શુભેન્દુ અધિકારીનું ભાવી નક્કી થશે

આ તબક્કામાં મોટા રાજકીય પક્ષો વિશે વાત કરવામાં આવે તો, ફક્ત તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપે જ તમામ 44 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. જ્યારે, SUCI(C) એ 26, CPM 22, BSP 13 અને કોંગ્રેસને માત્ર 9 બેઠકો માટે ઉમેદવારોને ઉભા રાખ્યા છે. આ તબક્કામાં, 50 મહિલા ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં રણસિંગુ ફૂંકી રહી છે. આ ચૂંટણીમાં TCMમાંથી ભાજપમાં જોડાયેલા રાજીવ બેનર્જીનું ભાવિ પણ નક્કી થશે. મમતા બેનર્જીની પ્રધાનમંડળમાં પૂર્વ પ્રધાન રાજીવ બેનર્જી હાવડા જિલ્લાના ડોમજુરથી ચૂંટણી લડશે. ભાજપમાં જોડાયેલા અને TCM છોડી ચૂકેલા શુભેન્દુ અધિકારી અને રાજીવ બેનર્જી લગભગ દરેક ચૂંટણી સભામાં TCM સુપ્રીમો મમતા બેનર્જી પર નિશાન સાધતા હતા અને તેઓએ તેમને 'દેશદ્રોહી' અને મીર જાફર પણ ગણાવ્યા હતા.

આ પણ વાંચો:મમતા બેનર્જીએ નામ લીધા વગર લગાવ્યા ભાજપ પર ગંભીર આરોપ

વડાપ્રધાન સહિતના નેતાઓએ પ્રચાર કર્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે વિવિધ સ્થળોએ ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. તે જ સમયે, TCM વતી મમતા બેનર્જી અને તેના ભત્રીજા અને લોકસભાના સાંસદ અભિષેક બેનર્જીએ ઘણા મતક્ષેત્રોમાં જાહેર સભાઓ યોજી હતી.

Last Updated : Apr 10, 2021, 1:27 PM IST

ABOUT THE AUTHOR

...view details