- એક દુકાનમાં લાગેલી આગમાં એક જ પરિવારના 4 સભ્યોનાં મોત
- આગમાં 2 મહિલાઓ, 2 કિશોર વયના બાળકોનો સમાવેશ
- આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું સામે આવ્યું
(પાલઘર) મહારાષ્ટ્ર: મોખરા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક દુકાનમાં લાગેલી આગમાં એક જ પરિવારના 4 સભ્યોનાં મોત નીપજ્યાં હતાં. આમાં 2 મહિલાઓ, 1 કિશોર અને 1 કિશોરી વયના બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે, અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. પાલઘર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે માહિતી આપી હતી કે, ઘરમાં બધા લોકો સૂઈ રહ્યા હતા, ત્યારે જ આ ઘટના બની હતી.
આ પણ વાંચો:સંત સિંગાજી થર્મલ પાવર પ્રોજેકટમાં લાગેલી આગ પર 3 કલાક પછી મળી
પરિવારના 4 સભ્યોનાં મોત નીપજ્યાં
પોલીસ દ્વારા મળેલી માહિતી અનુસાર, સોમવારે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક દુકાનમાં લાગેલી આગમાં, એક જ પરિવારના 4 સભ્યોનાં મોત નીપજ્યાં હતાં. જેમાં, અન્ય 3 ઈજાગ્રસ્ત થયાં હતાં. મોખડા પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું છે કે, મૃતકોમાં 10થી 15 વર્ષની વયના બે સગીર પણ છે.