ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજૌરીમાં ગ્રેનેડ હુમલામાં બીજેપી નેતાના પરિવારના ચાર સભ્યો ઘાયલ થયા અને એકનું મૃત્યું

જમ્મુ-કાશ્મીરના રજૌરીમાં આતંકવાદીઓએ BJP નેતા પર હેન્ડ ગ્રેનેડ દ્રારા હુમલો કરવામાં આવ્યો હતો, જે હુમલામાં અન્ય 5 લોકો પણ ઘાયલ થયા હતા. પોલીસ હુમલાખોરોની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

knk
રાજૌરી વિસ્ફોટમાં બીજેપી નેતાના પરિવારના ચાર સભ્યો ઘાયલ થયા અને એકનું મૃત્યું

By

Published : Aug 13, 2021, 8:52 AM IST

Updated : Aug 13, 2021, 8:58 AM IST

  • રાજૌરીમાં BJP નેતા પર હુમલો
  • હેન્ડ ગ્રેનેડથી કરવામાં આવ્યો હુમલો
  • હુમલામાં 5 લોકો ઘાયલ

દિલ્હી: જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બીજેપી નેતા જસબીર સિંહ પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હમલામાં 5 લોકો ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ રાજૌરીના ખાંડલી વિસ્તારમાં બીજેપી નેતા જસબીરના ઘરને નિશાનો બનાવ્યું હતું. ગ્રેનેડના હુમલા બાદ વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે. જમ્મુના ADGPએ ગ્રેનેડના હુમલાની પુષ્ટિ કરી હતી. પોલીસ હુમલો કરનારની શોધખોળમાં લાગી ગઈ છે. હુમલામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગુલામ રસુલ ડારની હત્યા

ઘાટીમાં પાછલા કેટલાક સમયથી ભાજપા નેતા આતંકીઓના નિશાના પર છે. 9 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકિઓને બીજેપી નેતા ગુલામ રસૂલ ડાર અને તેમની પત્નીને ગોળી મારીને હત્યા કરી હતી. ડાર કુલગામના કિશાન મોરચાના જિલ્લા અધ્યક્ષ અને સરપંચ હતા.

રાજૌરીમાં ગ્રેનેડ હુમલામાં બીજેપી નેતાના પરિવારના ચાર સભ્યો ઘાયલ થયા અને એકનું મૃત્યું

આ પણ વાંચો :Tokyo Paralympics: 54 ભારતીય ખેલાડીઓ ટોક્યો પેરાલિમ્પિક્સ માટે થયા રવાના

મનોજ સિન્હાએ દુ:ખ વ્યક્ત કર્યું

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આતંકવાદી હુમલા પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. અનંતનાગના લાલ ચોકમાં આંતકવાદીઓએ ડાર અને તેની પત્ની પર ગોળબારી કરી હતી. આ દરમિયાન તે બંન્નેને ગોળી વાગી હતી જેના કારણે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યા તેમનું મૃત્યુ થયું હતું.

પાછલા વર્ષે પણ નેતાઓની હત્યા

પાછલા વર્ષે આઠ જુલાઈએ બીજેપી નેતા વસીમ બારી અને તેમના ભાઈ અને પિતાની આતંકવાદીઓએ ગોળી મારી હત્યા કરી દિધી હતી. આ બાદ 4 ઓગસ્ટે કુલગામમાં આખરપન નૌપૂરામાં બીજેપી નેતા અને સરપંચ અહમદ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. 6 ઓક્ટોબર ગાંદરબલમાં જિલ્લા બીજેપી ઉપાઅધ્યક્ષ ગુલામ કાદિરને મારી નાખવામાં આવ્યો હતો. બીજી તરફ બડગામમાં બીજેપી કાર્યકર્તા અને બીડીસી અધ્યક્ષને આંતકવાદીઓએ મારી નાખ્યો હતો.

આ પણ વાંચો :રાજ્યના 6 પોલીસ કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ ગૃહમંત્રાલય દ્વારા પુરસ્કાર અપાશે

સુરક્ષાબળ સતર્ક

જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્ર દિવસના કારણે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળ વધુ સતર્ક થઈ ગયા છે. તેમણે કોઈ પણ ઘટના સામે લડવાની તૈયારીઓ કરી લીધી છે. દરેક જગ્યાએ સુરક્ષાઓ વધારી દિધી છે. ડ્રોનથી વિસ્તારોમાં પર નજર રાખવામાં આવી રહી છે. જમ્મુના SSP ચંદન કોહલીએ પોતાની તૈયારીઓ વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું, હોટલોનુ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ડ્રોનનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે

Last Updated : Aug 13, 2021, 8:58 AM IST

ABOUT THE AUTHOR

...view details