- જમ્મુ-કશ્મીરમાં ડ્રોન જોવા મળ્યું
- ડ્રોને પાકિસ્તાન તરફ ઉડાન ભરી
- સરહદ પારથી ડ્રોનની ઘટનાઓ જોવા મળે
સાંબા : જમ્મુ-કશ્મીરમાં ફરી એક વખત ડ્રોન જોવા મળ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ડ્રોને પાકિસ્તાન તરફ ઉડાન ભરી હતી. SSP સાંબા રાજેશ શર્મા (SSP Samba Rajesh Sharma)ના જણાવ્યા અનુસાર, સ્થાનિક લોકોએ રવિવારે મોડી રાત્રે સાંબા બારી બ્રાહ્મણ વિસ્તાર (Bari Brahmana area of Samba)માં ચાર જગ્યાએ ડ્રોન દેખાયા હતા. શંકાસ્પદ ડ્રોન (Suspected drone movements)ની હિલચાલની જાણ પોલીસને કરવામાં આવી હતી.
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં રાત્રે 3 અલગ અલગ સ્થળોએ જોવા મળ્યા ડ્રોન, BSF દ્વારા ફાયરિંગ
સરહદ પારથી ડ્રોનની ઘટનાઓ જોવા મળી
વિસ્તારના કેટલાક ગામોમાં પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ડ્રોને પાકિસ્તાન તરફ ઉડાન ભરી હતી. જોકે, આ પહેલો કિસ્સો નથી. જ્યારે સરહદ પારથી ડ્રોનની ઘટનાઓ જોવા મળતી હોય છે. આ પહેલા પણ ઘણા કેસ સામે આવ્યા છે.