મૈનપુરીજિલ્લામાં સોમવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત (Road Accident In Uttar) થયો હતો. ટ્રક કાબૂ બહાર જઈને રોડની બાજુમાં આવેલા ઘરમાં ઘૂસી ગઈ હતી. જેના કારણે ઘરના બે સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ટ્રકમાં હાજર બે લોકોના પણ મોત થયા હતા. આવી સ્થિતિમાં આ અકસ્માતમાં કુલ ચાર લોકોએ જીવ (Four People Died In Accident) ગુમાવ્યા છે.
ઉત્તરપ્રદેશમાં બેકાબૂ ટ્રક ઘરમાં ઘૂસી ને પછી - પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા
ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત Road Accident In Uttar Pradesh સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના મોત Four People Died In Accident થયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ઘરમાં હાજર બે સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ટ્રકમાં સવાર બે લોકોના પણ મોત થયા હતા.
મૈનપુરીમાં બેકાબૂ ટ્રક ઘરમાં ઘુસીઆ મામલામાં એસપી મૈનપુરી કમલેશ દીક્ષિતે જણાવ્યું હતું કે, ઝડપભેર ટ્રક કાબૂ બહાર જઈને એક ઘર સાથે અથડાઈ, જેમાં એક રિટાયર્ડ સબ ઈન્સ્પેક્ટર અને તેની પત્નીનું મોત થયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે, બંને પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટના બની ત્યારે નિવૃત્ત ઇન્સ્પેક્ટર અને તેમની પત્ની સૂતા હતા. તે જ સમયે, ટ્રકમાં કુલ સાત લોકો હતા, જ્યારે ટ્રકમાં સવાર 2 લોકોના મોત થયા છે. તે જ સમયે, પાંચ લોકો ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય છે. એક વ્યક્તિ હજુ પણ કાટમાળ નીચે ફસાયેલો છે.
આ પણ વાંચોહિમાચલ પ્રદેશમાં ટેકરી પરથી પથ્થર કાર પર પડ્તા 1નું થયું મૃત્યું
એક વ્યક્તિ કાટમાળ ફસાયેલ હોવાની આશંકા અકસ્માત બાદ 5 લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી 3ને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે બેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમની હાજરીમાં ક્રેનની મદદથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે, કારણ કે હજુ પણ કાટમાળ નીચે કોઈ વ્યક્તિ ફસાયેલી હોવાની આશંકા છે.