થાણે(મહારાષ્ટ્ર): મુંબઈના ઘાટકોપર વિસ્તારના ચાર યુવકો મિત્રની બર્થડે પિકનિક માટે જઈ રહ્યા હતા ત્યારે, (Four youths have died after drowning in a lake)બદલાપુર નજીક કોંડેશ્વર ધોધના પૂલમાં ચારે યુવક ડૂબી ગયા હતા. ચોંકાવનારી વાત એ હતી કે, જે મિત્રનો જન્મદિવસ હતો. તે પણ પાણીમાં ડૂબી ગયો હતો. આકાશ રાજુ ઝિંગા (ઉંમર 19), સ્વયમ બાબા માંજરેકર (ઉંમર 18), સૂરજ મચ્છીન્દ્ર સાલ્વે (ઉંમર 19), લીનસ ભાસ્કર પવાર (ઉંમર 19), આ તમામ મુંબઈના ઘાટકોપર વિસ્તારના કામરાજ નગર વિસ્તારમાં રહેતા હતા.
મિત્રના જન્મ દિવસે પીકનીક પર ગયેલા 4 યુવકોના ડૂબી જવાથી મોત - મુંબઈ
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આવેલા ખંડેશ્વર શિવ મંદિરની પાછળ આવેલા તળાવમાં ડૂબી જવાથી ચાર યુવકોના મોત થયા છે. (Four youths have died after drowning in a lake)ચોમાસા દરમિયાન, કોંડેશ્વર ધોધ પર પ્રતિબંધનો આદેશ લાગુ કરવામાં આવે છે, પરંતુ આ પ્રતિબંધના આદેશ હોવા છતાં, ઘણા યુવાનો આ સ્થળે ફરવા માટે આવે છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા વારંવાર વિરોધ કરવામાં આવતાં આ યુવકોએ જીવ જોખમમાં મુકીને ટાંકીના પાણીમાં ઉતર્યા હતા.
તપાસ હાથ ધરી:ચોમાસા દરમિયાન, કોંડેશ્વર ધોધ પર પ્રતિબંધનો આદેશ લાગુ કરવામાં આવે છે, પરંતુ આ પ્રતિબંધના આદેશ હોવા છતાં, ઘણા યુવાનો આ સ્થળે ફરવા માટે આવે છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા વારંવાર વિરોધ કરવામાં આવતાં આ યુવકોએ જીવ જોખમમાં મુકીને ટાંકીના પાણીમાં ઉતર્યા હતા. હાલમાં આ યુવકના મૃતદેહને સરકારી દવાખાને મોકલવામાં આવ્યો છે. આ બનાવ અંગે કુલગાવ પોલીસે પોલીસ સ્ટેશનમાં નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
એક દિવસે બે ઘટના:દરમિયાન સાયણ વિસ્તારમાંથી મિત્રો સાથે પિકનિક માટે આવેલો એક યુવક ઉલ્હાસ નદીમાં ડૂબી ગયો હતો. બદલાપુર ફાયર બ્રિગેડના જવાનોએ તેનો મૃતદેહ શોધીને તેને વધુ તપાસ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને પોલીસે તપાસ શરૂ કરી છે. એકંદરે આજે પિકનિક પર ગયેલા પાંચ યુવાનોના જીવ જતાં તેઓ જ્યાં રહે છે તે વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે.