ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Bihar Crime News: બિહારના અરરિયામાં પત્રકારની હત્યા મામલે ચાર આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લીધા - ક્રાઈમ રીપોર્ટર વિમલકુમાર યાદની હત્યા

અરરિયા ગામના પત્રકાર મર્ડર કેસમાં પોલીસને સફળતા હાથ લાગી છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમની પોલીસ સતત પુછપરછ કરી રહી છે. આ કેસમાં બે આરોપી તો જેલમાં જ બંધ હતા. કુલ આઠ આરોપીમાંથી હવે 2 પોલીસની પહોંચથી દૂર છે. માત્ર દોઢ દિવસની અંદર પોલીસને મળેલી સફળતા વિશે વાંચો

ચાર આરોપીને પકડવામા પોલીસને સફળતા મળી
ચાર આરોપીને પકડવામા પોલીસને સફળતા મળી

By

Published : Aug 19, 2023, 4:11 PM IST

અરરિયાઃ બિહારના અરરિયા જિલ્લામાં ક્રાઈમ રીપોર્ટર વિમલકુમાર યાદવની વહેલી સવારે ગોળીમારીને હત્યા કરી દેવાઈ હતી. આ કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. મૃતકના પરિવાર તરફથી કુલ 8 આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. અત્યારે પોલીસની કસ્ટડીમાં કુલ 6 આરોપીઓ છે. 2ની શોધખોળ પોલીસ કરી રહી છે.

એસપી ઓફિસનો રીપોર્ટઃમૃતકના પિતાના નિવેદનને આધારે 8 લોકોને આરોપી તરીકે વર્ણવામાં આવ્યા હતા. જેમાંથી પોલીસે ચાર આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. પોલીસ જણાવે છે કે આ મર્ડર કેસના તમામ આરોપીઓને સત્વરે ઝડપી લેવામાં આવશે.

અમે સતત છાપામારી કરી રહ્યા છીએ. ચાર લોકોની ધરપકડ થઈ ચૂકી છે. જેમાં વિપિન યાદવ, ભવેશ યાદવ, આશીષ યાદવ અને ઉમેશ યાદવનો સમાવેશ થાય છે. તેમની સતત પુછપરછ ચાલી રહી છે. સત્વરે દરેક આરોપીની ધરપકડ કરી લઈશું...રામકુમાર પુકાર સિંહ (SDPO)

એડીજી ખુદ આપી રહ્યા છે ગાઈડન્સઃ બિહારના એડીજી જીતેન્દ્ર સિંહ ગંગાવાર કહે છે કે, આ સમગ્ર કેસની તપાસ સ્વયં એસપી કરી રહ્યા છે. તપાસ પ્રક્રિયાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ પત્રકાર વિમલકુમાર યાદવની હત્યાને એક ચેલન્જ ગણી રહી છે. આ તપાસમાં પોલીસને સ્વયં એડીજી ગાઈડન્સ આપી રહ્યા છે. આ કેસમાં સરકાર પણ શંકાના વર્તુળોમાં ઘેરાયેલી છે. બિહારમાં લો એન્ડ ઓર્ડર ચીંથરેહાલ હોવાની ચર્ચા થઈ રહી છે. ગઈકાલ શુક્રવારે પત્રકાર વિમલ યાદવના ઘરમાં ઘુસીને આ હત્યા કરાઈ હતી.

પોલીસની પ્રેસ વિજ્ઞપ્તિ

મૃતક વિમલકુમાર હતા મુખ્ય સાક્ષીઃ મૃતક તેમના ભાઈ ગબ્બુ યાદવ ની હત્યાના કેસમાં મુખ્ય સાક્ષી હતા. મૃતકને અનેકવાર સાક્ષી ન બનવા પર દબાણ કરવામાં આવ્યું હતું. સાક્ષી આપવા મુદ્દે જ વિમલ યાદવની હત્યા થઈ હોવાનું પોલીસ માની રહી છે.

  1. Bihar Crime News: અરરિયામાં ક્રાઈમ રીપોર્ટર વિમલકુમાર યાદવની હત્યા કરવામાં, પોલીસે હત્યા મામલે તપાસ શરૂ કરી
  2. Bihar Crime: માણસ કે હેવાન, 12 વર્ષની બાળકીનું ગળુ મચકોડીને બાળી નાંખી

ABOUT THE AUTHOR

...view details