ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમે તે હોસ્પિટલ શોધી કાઢી છે જ્યાં નયન-વિકીએ સરોગસી દ્વારા બાળકને જન્મ આપ્યો હતો : તમિલનાડુ પ્રધાન - Nayan Vicky gave birth to baby through surrogacy

અમે તે હોસ્પિટલ શોધી કાઢી છે જ્યાં નયન-વિકીએ સરોગસી (Nayan Vicky gave birth to baby through surrogacy) દ્વારા બાળકને જન્મ આપ્યો હતો તેવું તમિલનાડુ પ્રધાન દ્રારા (Tamil Nadu minister) પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપવામાં આવી છે. મંત્રી સુબ્રમણ્યમે કહ્યું છે કે નયનતારા વિગ્નેશ સિવને જ્યાં બાળકને જન્મ આપ્યો તેની વિગતો સામે આવી છે અને જો જરૂર પડશે તો તેમને તપાસ માટે બોલાવવામાં આવશે.

અમે તે હોસ્પિટલ શોધી કાઢી છે જ્યાં નયન-વિકીએ સરોગસી દ્વારા બાળકને જન્મ આપ્યો હતો - તમિલનાડુ પ્રધાન
અમે તે હોસ્પિટલ શોધી કાઢી છે જ્યાં નયન-વિકીએ સરોગસી દ્વારા બાળકને જન્મ આપ્યો હતો - તમિલનાડુ પ્રધાન

By

Published : Oct 15, 2022, 1:31 PM IST

ચેન્નઈનયનથારા વિગ્નેશ સિવનને સરોગેટ મધર દ્વારા બાળક છે, શું તે નિયમોમાં છે? તે જાણવા માટે તમિલનાડુસરકારે (Tamil Nadu minister) એક સમિતિની રચના કરી હતી. મેડિકલ કમિટીની તપાસ ચાલી રહી છે ત્યારે પ્રધાન એમ. સુબ્રમણ્યમે આ અંગે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા છે.

હોસ્પિટલનો સંપર્કપ્રધાનના જણાવ્યા અનુસાર, મેડિકલ વિભાગે શોધી કાઢ્યું છે કે નયનથારા અને વિગ્નેશ કઈ હોસ્પિટલનોસંપર્ક કર્યો અને સરોગસી દ્વારા (Nayan Vicky gave birth to baby through surrogacy) જોડિયા બાળકોને જન્મ આપ્યો. આ સંદર્ભે આરોગ્ય વિભાગના સંયુક્ત નિયામકની અધ્યક્ષતામાં 4 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.

તપાસ માટે બોલાવાશેશું સરોગસીમાં કોઈ અનિયમિતતા છે? ગેરકાયદેસર પ્રવૃતિઓમાં કોઈ સંડોવાયેલ છે કે કેમ તે જાણવા માટે તપાસ અહેવાલ એક સપ્તાહમાં સુપરત કરવામાં આવશે. પ્રધાન એમ. સુબ્રમણ્યમે કહ્યું કે સરોગેટ મધરના (Surrogate mother) મામલે જરૂર પડ્યે અભિનેત્રી નયનથારા અને વિગ્નેશને તપાસ માટે બોલાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details